Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

કેન્યાની મહિલાએ પતિને ૧૨૨૦ રૂપિયામાં વેચીને છોકરાંઓને કપડાં અપાવ્યાં

લંડન,તા.૯: પત્નીએ પતિને તેની ગર્લફ્રેન્ડને ૧૭ ડોલર એટલે કે અંદાજે ૧૨૨૦ રૂપિયામાં વેચીને એ રકમમાંથી બાળકોને કપડાં અપાવ્યાં હોવાના સમાચાર દુનિયાના અનેક દેશોમાં ચર્ચાનો વિષય બન્યા છે. કેન્યાની રહેવાસી મહિલાને તેનો પતિ અન્ય કોઈ સ્ત્રી જોડે આડો સંબંધ રાખતો હોવાની ખબર મળી એટલે તેણે બન્નેને બેડરૂમમાં કઢંગી અવસ્થામાં પકડીને આ સોદો કર્યો હતો.

એડના મુકવાનાએ પતિને એક અઠવાડિયા માટે દ્યરમાંથી કાઢી મૂકયો અને કહ્યું કે 'જા તારી પેલી સગલી પાસેથી બે હજાર કેન્યન શિલિંગ (અંદાજે ૧૪૩૫ રૂપિયા) લઈને મને આપી જા અને પછી ત્યાં જતો રહેજે' પરંતુ તેને પતિની પ્રેમિકાએ 'બે હજાર શિલિંગમાં તારો પતિ મને આપી દે' એવી ઓફર કરતાં એડના મુકવાનાને લાગ્યું કે આ ઓફર સ્વીકારવા જેવી છે. તેણે ઓફર સ્વીકારી, પરંતુ પતિની પ્રેમિકાએ બે હજાર કેન્યન શિલિંગને બદલે ૧૭૦૦ કેન્યન શિલિંગ મોકલ્યા હતા. એ રૂપિયામાં એડનાએ તેનાં સંતાનોને નવાં કપડાં લાવી આપ્યાં હતાં.

(3:19 pm IST)