Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

ગજબ! મહિલાએ એક જ વર્ષમાં ચાર બાળકોને આપ્યો જન્મ

ફલોરીડા, તા.૯: એક મહિલાએ એક વર્ષમાં બે વખત ૨-૨ બાળકોને જન્મ આપ્યો. ફલોરિડામાં રહેતી મહિલાએ પહેલી વખત માર્ચ ૨૦૧૯માં બે બાળકોને જન્મ આપ્યો અને ત્યાર બાદ ડિસેમ્બરમાં તેણે ફરી બે બાળકોને જન્મ આપ્યો.

એલેકસજેડ્રિઆ વોલિસ્ટર નામની મહિલાએ કહ્યું કે મને લાગી રહ્યું છે કે બે વખત મને ઈનામ મળ્યું. માર્ચમાં જોડિયા બાળકોને જન્મ આપ્યા બાદ વોલિસ્ટન ફરી મે મહિનામાં પ્રેગ્નેન્ટ થઈ. ત્યારે ડોકટરે કહ્યું હતું કે ફરી જોડિયા બાળકો થવાની સંભાવના છે.

એલેકસજેડ્રિઆ વોલિસ્ટર તેના બાળકો સાથેવોલિસ્ટને કહ્યું કે ચારેય બાળકો હાલ સ્વસ્થ્ય છે. ડિસેમ્બરમાં પ્રીમેચ્યોર સ્થિતિમાં બે બાળકોના જન્મ થયા હતા. એકનો હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે, જયારે બીજાને થોડા દિવસમાં રજા આપશે. વોલિસ્ટનને તે પહેલા એક દીકરી છે, જેથી હવે તેણે ૫ બાળકોની સારસંભાર રાખવી પડશે. તેણે કહ્યું કે શરૂઆમાં જોડિયા બાળકોને જન્મ આપવા માટે તે ખૂબ જ નર્વસ હતી. તેને ડર હતો કે શું તેનું શરીર બે બાળકોને સંભાળી શકશે.

વોલિસ્ટને કહ્યું કે તેની ગ્રાન્ડ મધરે પણ બે વખત જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો પરંતુ તેના બાળકોના મોત થઈ ગયા હતા. એટલા માટે વોલિસ્ટન કહે છે કે તેને એવું લાગી રહ્યું છે કે ગ્રાન્ડમધરે તેને પોતાના બાળકો ગિફટ કર્યા છે. અમેરિકન સરકાર તરફથી જાહેર કરેલા આંકડાઓ મુજબ એવરેજ એક હજાર ડિલિવરીમાં જુડવા બાળકો થવાની સંભાવના ૩૬ વખતની હોય છે.

(11:38 am IST)