Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

ઓસ્ટ્રેલિયામાં ભારતીય સહીત 10 દૂતાવાસમાં શંકાસ્પદ પેકેટ મળી આવતા હડકંપ મચી જવા પામ્યો

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના શહેર મેલ્બર્નમાં આવેલ ભારતીય દૂતાવાસમાં એક શંકાસ્પદ પેકેટ મળી આવતા હડકંપ મચી જવા પામ્યો છે આ પેકેટ મળતાની સાથે ઓસ્ટ્રેલિયાઈ પ્રશાસન સ્ટાર્ક થઇ ગયું છે અને ભારત અને ફ્રાંસના દૂતાવાસની બહાર રેસ્ક્યુ ટિમ પહોંચી ગઈ છે.મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે 10 દૂતાવાસમાં એવા શંકાસ્પદ પેકેટ મળ્યા છે જેના પછી મોટા પાયે તપાસનું ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

(6:40 pm IST)