Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

ગુસ્સાને કંટ્રોલ કરવાની અનોખી રીત

ગુસ્સાથી ગમે તેવી વાત ખરાબ થઈ જાય છે. ગુસ્સાને કારણે તમે માનસિક અને ભાવનાત્મક રૂપથી બિમાર થઈ શકો છો. જો તમને વારંવાર ગુસ્સો આવે છે તો પ્રયત્ન કરો તેને કંટ્રોલ કરવાનો અને ખાવા જોય આ ફૂડ્સ જે તમારા ગુસ્સાને કંટ્રોલમાં રાખે છે.

બદામ- પોષક તત્વોથી ભરપૂર બદામને રાત્રે પાણીમાં પલાળી સવારે ખાલી પેટ ખાવાથી અનેક ફાયદા મળે છે. બદામ મગજની નસો પર કામ કરે છે જેથી ગુસ્સાને કાબુ કરવામાં મદદ મળે છે.

નારિયેળ પાણી- ગુસ્સો જ્યારે પણ આવે ત્યારે બ્લડ પ્રશર હાઈ થઈ જાય છે સાથે સુગર લેવલ પણ વધી જાય છે. નારિયેળ પાણી પીવાથી ગુસ્સા પર કંટ્રોલ મેળવી શકાય છે.

અખરોટ- અખરોટમાં પ્રોટીન, ફાઈબર અને એન્ટીનોકસીડેન્ટ સારી માત્રામાં હોય છે. અખરોટમાં રહેલા ઓમેગા ૩ ફેટી એસિડ પણ હોય છે જે તમારા મગજને શાંત રાખશે અને ખુશ રહેવામાં મદદ કરશે.

ડાર્ક ચોકલેટ- ચોકલેટનો શોખ છે તો તમને આ ચોકલેટ ગુસ્સો કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે થોડીક ડાર્ક ચોકલેટ ખાઈ લેવી. (૨૪)

(10:00 am IST)