Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

ઈલાયચી ખાવાથી થાય છે અઢળક અને અદભૂત ફાયદા

સ્વાદ-સુગંધ માટે જ નહિં ઔષધિ તરીકે પણ ઉપયોગી છે ઈલાયચી. સામાન્ય રીતે ઈલાયચીનો ઉપયોગ સુગંધ અને સ્વાદ માટે કરવામાં આવે છે. કેટલાક લોકોને ઈલાયચી વાળી ચા ખૂબ ભાવે છે, પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે ઈલાયચી એક ચાયુર્વેદિક ઔધાધિ પણ તરીકે કામ કરે છે. તેના બીજા પણ ઘણા ફાયદા છે, જેના વિશે જાણીને દંગ રહી જશો.

મ્હોંની દુર્ગંધને કરે છે દૂર- ઈલાયચી એક ખૂબ સારૂ માઉથ ફ્રેશનર છે. તેને ખાવાથી મ્હોંની દુર્ગંધ દૂર થાય છે. જો તમારા મ્હોંમાંથી વધારે પડતી દુર્ગંધ આવતી હોય તો તમે દરેક સમયે મ્હોંમાં એક ઈલાયચી રાખવી જોઈએ.

પાચનક્રિયાને કરે છે મજબૂત- આપણે ત્યાં જમ્યા બાદ તરત ઈલાયચી ખાવાનું ચલન છે. જમ્યા બાદ ઈલાયચી ખાવી ખૂબ ફાયદાકારક છે. તેમાં રહેલા તત્વો જમવાનું પચાવવામાં ખૂબ મદદ કરે છે.

ગળાના ઈન્ફેકશનમાં આપે છે રાહત- જો તમને ગળામાં ઈન્ફેકશનની તકલીફ હોય તો ઈલાયચીનું સેવન કરવું ખૂબ ફાયદાકારક છે. તેના સેવનથી ગળાને લગતી તકલીફમાં રાહત મળે છે.

લોહિનું શુદ્ધિકરણ કરે છે- ઈલાયચીના ગુણો શરીરમાં રહેલા ફ્રીરેડિકલ અને બીજા ઝરેલા તત્વોને દૂર કરવામાં મદદગાર હોય છે. તેનાથી લોહીનું શુદ્ધિકરણ પણ થાય છે.

(10:00 am IST)