Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

જીમ જાવ પણ ધ્યાન રાખો આ વાતો...

સૌ પ્રથમ કોઈપણ ઉંમરના લોકો કસરત કરી શકે છે પણ એ પહેલા એ નક્કી કરવુ જરૂરી છે કે તમારૂ શરીર કસરત માટે તૈયાર છે. કેટલાય લોકો એવા છે જે જીવનમાં કયારેય જીમ ગયા નથી તેમને ટ્રનર પાસેથી મૂળ વાત સમજી લેવી જોઈએ. 

વોર્મઅપ

કોઈપણ પ્રકારની મુશ્કેલ કસરત કરતા પહેલા શરીરને એ માટે તૈયાર કરવુ જરૂરી છે. આ માટે હલકી ફુલકી જોગિંગ કરી શરીરનું તાપમાન વધારો. ત્યારબાદ કસરત કરતા શરીર પર વધુ દબાણ નથી આવતુ તેનું ધ્યાન રાખો.

રફતાર

કસરતની ગતિ અને તીવ્રતા ધીરે ધીરે જ વધારો. અચાનક જ મુશ્કેલ શ્રમવાળી કસરત કરવા લાગવી શરીર માટે યોગ્ય નથી. શરીરના અણગમતા ભાગ પર કારણવગરના દબાવથી દુખાવો અને માંસપેશીઓ ઘાયલ થવાની સમસ્યા થઈ શકે છે.

દરરોજ નહિં

વિશેષજ્ઞ અઠવાડિયામાં ત્રણવાર જીમ જવાને યોગ્ય માને છે. શરીરને કસરત કર્યા પછી કઈક ખાલી દિવસ પણ જોઈએ. તેનાથી ધીરે ધીરે વજન ઘટાડવામાં મદદ કરે છે. શરીરને તેની ક્ષમતાથી વધુ થકાવવુ પણ યોગ્ય નથી.

કપડાં અને જૂતા

ખૂબ જરૂરી છે કે કસરત દરમિયાન કપડાં અને જૂતા અનુકુલ હોય તેવાજ પહેરવા. કપડાં કયાથી પણ ફીટ કે શરીર પર દબાણ નાખનારા ન હોવા જોઈએ. જો કસરત દરમિયાન જૂતા યોગ્યનથી તો પગની માંસપેશીયો ઘાયલ થઈ શકે છે. શકય હોય તો જીમ કરતી વખતે સ્પોટ્ર્સડરેઝ પહેરવો.

મશીનોની મદદ

જો તમે જીમમાં કોઈ મશીનનો ઉપયોગમાં લઈ રહ્યા છો તો તેનો ઉપયોગની યોગ્ય માહિતી ટ્રેનર પાસેથી લઈ લો. મશીનો ખોટી રીતે ઉપયોગમાં લેવાથી શરીરને નુકસાન પહોંચે છે. આ મશીનોનો ઉપયોગ મોટાભાગે પેટ, હિપ્સ, પીઠ અને હાથની ટોનિંગ માટે કરવામાં આને છે.

પાણી પીવો

કસરત દરમિયાન પરસેવો વહેવો એ સારૂ છે. પણ ધ્યાન રાખો કે તેનાથી શરીરમાં પાણીની કમી ન થઈ જાય. તેથી જરૂરી છે કે પર્યાપ્ત માત્રામાં પાણી પીતા રહો. પાણીની કમી થવાથી ચક્કર પણ આવી શકે છે. પણ ધ્યાન રાખો કે આ પાણી ખાંડવાળુ ન હોય.

સાવધાન રહો

કસરત ઉપરાંત આ વાતનું ધ્યાન રાખવુ પણ જરૂરી છે કે શરીરની કસરત કે પ્રત્યે પ્રતિક્રિયા શું છે. શરૂઆતમાં  દુખાવો થાવો સ્વાભાવિક છે પણ આદત થઈ જતા કસરત પછી શરીર દુખતુ નથી તેનું ધ્યાન રાખવું. જો આવુ થઈ રહ્યુ છે તો તેનો મતલબ છે કે કંઈક ગડબડ છે. ટ્રેનરની સલાહ લો.

(9:59 am IST)