Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

ઈરાનમાં હિજાબ વિરોધી દેખાવકારો પર સૈનિકની હત્યાનો લગાવવામાં આવ્યો આરોપ:3 બાળક સહીત 11 લોકોને કેદની સુનવણી

નવી દિલ્હી: ઈરાનમાં હિજાબવિરોધી પાંચ પ્રદર્શનકારીઓને મૃત્યુદંડની સજા આપી છે. જ્યુડિશિયરી ડિપાર્ટમેન્ટએ જાહેર કરાયેલા નિવેદન અનુસાર, 11 લોકોની જેલની સજા ફટકારવામાં આવી છે. આમાંથી 3 બાળકનો સમાવેશ થાય છે. બે મહિના પહેલાં પેરામિલિટરીના સૈનિક રૂહોલ્લાહ અજામિયનનું દેખાવકારોને કાબૂમાં લેવાનો પ્રયાસ કરતી વખતે મૃત્યુ થયું હતું. ત્યાર બાદ પોલીસના હાથે હદીસ નજફી નામની મહિલા પ્રદર્શનકારીના મોતના વિરોધમાં આ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. નજફી હિજાબ વિરોધી પ્રદર્શનમાં અગ્રણી હતી. ઈરાનમાં 16 સપ્ટેમ્બરે મોરાલિટી પોલીસની કસ્ટડીમાં મહસા અમીનીનું મૃત્યુ થયું હતું. હિજાબ ન પહેરવા માટે પોલીસે તેની ધરપકડ કરી હતી. અમીનીના મૃત્યુ પછી હિજાબવિરોધી અને સરકારવિરોધી દેખાવો શરૂ થયા હતા. 300 લોકો મૃત્યુ પામ્યા છે અને એ હજુ પણ ચાલુ છે. કાયદા વિભાગના પ્રવક્તા મસૂદ સેટ્યાશીએ પાંચ મૃત્યુદંડ અને 11 જેલની સજાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું હતું કે સૈનિકના મોતનો કેસ 11 લોકો પર શરૂ થયો હતો. આ પછી આ કેસમાં વધુ ચાર લોકોનાં નામ જોડાયાં છે. સરકારી વેબસાઇટે સજાની પુષ્ટિ કરી છે, પરંતુ એ જણાવ્યું નથી કે દોષિતને કેટલી સજા કરવામાં આવી છે.

(5:41 pm IST)