Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

અફઘાનિસ્તાનમાં તાલિબાને ખુલ્લેઆમ ફાંસીની સજા આપવાનું કર્યું શરૂ

નવી દિલ્હી: તાલિબાન વહીવટીતંત્રે પશ્ચિમ અફઘાનિસ્તાનમાં હત્યાના આરોપી એક વ્યક્તિને ફાંસી આપી હતી. તાલિબાન અધિકારીઓએ જણાવ્યું હતું કે હત્યાના દોષિત એકને ફાંસી આપવામાં આવી છે. તાલિબાન સરકારના ટોચના પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદના જણાવ્યા અનુસાર, ફાંસીની સજા પશ્ચિમ ફરાહ પ્રાંતમાં સેંકડો દર્શકો અને પ્રાંત સહિત તાલિબાનના કેટલાક ટોચના અધિકારીઓની સામે કરવામાં આવી હતી.

તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લા મુજાહિદે જણાવ્યું હતું કે 2017માં પશ્ચિમી ફરાહ પ્રાંતમાં અન્ય વ્યક્તિને છરીના ઘા મારીને હત્યા કરવાના આરોપીને ફાંસી આપવામાં આવી હતી. આ દરમિયાન વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ મોતની સજાએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તાલિબાન કડક નીતિઓ અને ઇસ્લામિક કાયદા સાથે સમાધાન નહીં કરે. મુજાહિદે કહ્યું કે સજાનો નિર્ણય ખૂબ જ કાળજીપૂર્વક લેવામાં આવ્યો હતો. દેશની ત્રણ સર્વોચ્ચ અદાલતો અને તાલિબાનના સર્વોચ્ચ નેતા મુલ્લા હૈબતુલ્લા અખુન્દજાદાની મંજૂરી બાદ ફાંસી આપવામાં આવી હતી. તેણે જણાવ્યું કે જે વ્યક્તિને ફાંસી આપવામાં આવી છે તે હેરાત પ્રાંતનો રહેવાસી છે.

(5:39 pm IST)