-
ટીવી સીરિયલની કઇ અભિનેત્રી સૌથી વધુ ફી વસૂલે છે ? access_time 10:10 am IST
-
૧૨ વર્ષની થતા જ છોકરીઓનું લિંગ બદલાઇ જાય છે : બની જાય છે છોકરા access_time 10:01 am IST
-
ચીનના આ ઘાતક હથિયારને જોઈને ઉડી દુનિયાની ઊંઘ access_time 6:52 pm IST
-
જો હું આજે સિંગલ છું તેનું કારણ છે અજય દેવગન access_time 10:55 am IST
-
દુનિયાની સૌથી લાંબુ નામ ધરાવતી છોકરી, બોલવામાં છૂટી જશે પરસેવો : બર્થ સર્ટિફિકેટ ૨ ફુટનું છે! access_time 9:59 am IST
-
પતિના મૃત્યુનાં લગભગ બે વર્ષ પછી વિધવા પત્નિએ આપ્યો દીકરાને જન્મ access_time 3:38 pm IST
-
ઇ-મેમા પ્રશ્ને પોલીસ દ્વારા કરવામાં આવેલ નિર્ણયથી લોકોએ ગભરાવવાની જરૂર નથીઃ એડવોકેટ નકુમ-પારેખ access_time 12:02 pm IST
હવે બજારમાં આવી ગયું આત્મહત્યા કરવાનું મશીનઃ માત્ર એક મિનિટમાં શાંતિપૂર્ણ રીતે થઈ જશે મોત
સ્વિત્ઝર્લેન્ડે આત્મહત્યા કરવામાં મદદ કરનાર મશીનને કાયદાકીય મંજૂરી આપી : તેમાં વ્યકિત કોઈ દર્દ વગર હંમેશા માટે મોતની નિંદરમાં સુઈ શકે છે

જયૂરિખ,તા.૮: સ્વિત્ઝર્લેન્ડે તાબૂતના આકારના એક મશીનને મંજૂરી આપી છે. આ મશીનની મદદથી લોકો માત્ર ૧ મિનિટમાં કોઈપણ મુશ્કેલી વગર શાંતિપૂર્ણ રીતે મોતને ગળે લગાવી શકશે. આ મશીનને બનાવનારી કંપનીએ જાણકારી આપી છે. જાણવા મળી રહ્યું છે કે મશીનની અંદર ઓકસીજનનું સ્તર ખુબ ઓછુ થઈ જાય છે, જેનાથી વ્યકિતનું હાયપોકિસયા અને હાઇપોકૈનિયાથી મોત થઈ જાય છે.
આ મશીનને અંદર બેસીને પણ સંચાલિત કરી શકાય છે. આ મશીન તેવા દર્દીઓ માટે મદદરૂપ છે જે બીમારીને કારણે બોલી કે હલી શકતા નથી. આ મશીનને યૂઝર પોતાની પસંદગીની જગ્યાએ લઈ જવુ પડશે. ત્યારબાદ મશીનને નષ્ટ થવા યોગ્ય કેપ્સૂલ અલગ થઈ જાય છે જેથી તાબૂતની જેમ તેનો ઉપયોગ કરી શકાય. જાણવા મળી રહ્યું છે કે આત્મહત્યાનું મશીન બનાવવાનો વિચાર એનજીઓ એકિઝટ ઇન્ટરનેશનલના ડાયરેકટર અને ડોકટર ડેથ કહેવાતા ડોકટર ફિલીપ નિટસ્ચકે આપ્યો છે.
સ્વિત્ઝર્લેન્ડમાં મદદની સાથે આત્મહત્યા કરવી ગેરકાયદેસર માનવામાં આવી છે અને પાછલા વર્ષે ૧૩૦૦ લોકોએ આ સેવાનો ઉપયોગ આત્મહત્યા કરવા માટે કર્યો. ડોકટર ડેથે કહ્યુ કે, જો કોઈ અણધારી મુશ્કેલી નહીં આવે તો આગામી વર્ષ સુધી સાર્કો મશીનને દેશમાં ઉપલબ્ધ કરાવી દેશું. આ અત્યાર સુધીનો ખુબ મોંદ્યો પ્રોજેકટ છે પરંતુ અમને વિશ્વાસ છે કે અમે તેને શરૂ કરવાની ખુબ નજીક છીએ.
તો ડોકટર ડેથની મોટા પાયે ટીકા થઈ રહી છે. લોકો તેના મશીનના ઉપયોગ થનારી રીતને ખોટી ઠેરવી રહ્યાં છે. તેમનું કહેવું છે કે આ એક ગેસ ચેમ્બરની જેમ છે. કેટલાક અન્ય લોકોએ કહ્યું કે, આ મશીન આત્મહત્યાને પ્રોત્સાહન આપે છે. વર્તમાન સમયમાં બે સાર્કો પ્રોટાઇપ બનીને તૈયાર થઈ ગયું છે. હવે એક ત્રીજા મશીનને બનાવવામાં આવી રહ્યું છે જે આગામી વર્ષ સુધી તૈયાર થઈ જશે.