Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

ઈરાકમાં બગદાદના ખિલાની વિસ્તારમાં પ્રદર્શનકારીઓ ઉપર અજ્ઞાત બંદૂકધારીનો બેફામ ગોળીબાર: ત્રણ પોલીસકર્મી સહિત 25 લોકોનાં મોત

બગદાદના ખિલાની વિસ્તારમાં કારમાં સવાર થઇને આવેલા અજાણ્યા લોકોએ આડેધડ ફાયરિંગ કરતાં 25 જણા માર્યા ગયા હોવાનું ઇરાકી સત્તાવાળાઓએ કહ્યું હતું. સુરક્ષા અને મેડિકલ સ્ટાફે કહ્યું હતું કે માર્યા ગયેલાઓમાં ઓછામાં ઓછા બે પોલીસવાળા હતા.

તેહરિર ચોક પાસે દેખાવ કરી રહેલા પ્રદર્શનકારો જીવ બચાવવા મસ્જીદ તરફ ભાગ્યા હતા.સુરક્ષા દળો સાથેની આૃથડામણમાં દેખાવકારોએ જમહુરિયા, સિનાક અને અહાર બ્રિજનો કબજો લઇ લીધો હતો. તમામ રસ્તાઓ ઇરાકી સરકારના મુખ્ય કેન્દ્ર ગ્રીન ઝોન તરફ જાય છે.

ઇરાકના નેતૃત્વ વિહોણા આંદોલનના મુખ્ય કેન્દ્ર બગદાદના તેહરિર ચોકમાં ચાકુથી કરાયેલા હુમલાના બીજા જ દિવસે આ હુમલો થયો હતો. ચાકુબાજીમાં 13 લોકો ઘાયલ થયા હતા. ગુરૂવારે સાંજે તેહરિર ચોકથી ઇરાકની પીઠબળ ધરાવતા ઉગ્રવાદીઓ અને રાજકીય પક્ષોને સમર્થન આપતા દેખાવકારો નીકળી ગયા પછી અજાણ્યા લોકો દ્વારા હુમલો કરાયો હતો.

આ હુમલાથા દેખાવકારોમાં વધુ ગુસ્સો જોવા મળ્યો હતો.તેમણે તરત જ ચોકમાં સુરક્ષા વ્યવસૃથા વધુ ચુસ્ત બનાવી દીધી હતી. ઇરાકની સૌથી ઉચ્ચ ધાર્મિક સત્તાએ શુક્રવારે આપેલા સમયમાં નવી સરકારની રચના કરવા ચેતવણી આપી હતી અને તે પણ કોઇપણ જાતની વિદેશી મદ્યસૃથી વગર.

વડા પ્રધાન અબ્દેલ અબ્દુલ મેંહદીના રાજીનામા પછી એક નવા વડાની પસંદગી માટે સાંસદો પાસે સમય નથી.હજારો સરકાર વિરોધી દેખાવકારો બગદાદના તેહરિર ચોકમાં દેખાવ કરવા ભેગા થયા હતા. જુમ્માની નમાઝ પછી આંદોલનના મુખ્ય કેન્દ્ર તેહરિર ચોકમાં લોકો આંદોલ સમગ્ર દેશમાંથી આવ્યા હતા.

'અમે આશા રાખીએ કે નવી સરકારનો વડો અને તેમની સરકારના સભ્યો બંધારણે આપેલી સમય મર્યાદાની અંદર જ પસંદ કરાશે અને લોકોની આશાને અનુરૂપ હશે તેેમજ કોઇની પણ વગ તેમની પસંદગીમાં રહેશે નહીં'એમ આયાતુલ્લાહ અલી અલ સિસ્તાનીએ પવિત્ર શહેર નજફમાં જુમ્માના ખુત્બામાં કહ્યું હતું. હમેંશા આ ખુત્બો સરકારના પ્રતિનીધી દ્વારા જ અપાય છે

(12:31 pm IST)