Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

વિશ્વનો પહેલો દેશ :નાગરિકોને આપશે મફત પબ્લિક ટ્રાન્સપોર્ટ સુવિધા : યુરોપના લક્ઝમ્બર્ગમાં બસ, ટ્રેન અને ટ્રામથી મુસાફરી ફ્રી

 

યુરોપનો એક દેશ જે પોતાના નાગરિકો માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ સાવ મફત કરવા જઈ રહ્યો છે. આવું કરનારો આ દેશ વિશ્વનો પ્રથમ દેશ છે  લક્ઝમ્બર્ગ દેશમાં બસ, ટ્રેન, અને ટ્રામથી મુસાફરી કરનારા લોકોએ કોઈ પણ ભાડું આપવું નહીં પડે.

  અત્રે ઉલ્લેખનીય છે કે આ દેશની વસ્તી 6 લાખ છે. ઓછી વસ્તી હોવા છતાં અહીં ટ્રાફિક મુખ્ય સમસ્યા છે. આ કારણે દેશની સરકારે દેશના પર્યાવરણને બચાવવા માટે અને ટ્રાફિકની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે ખાસ યોજના બનાવી છે

   જેવિયર બેટલે બુધવારે જ લક્ઝમ્બર્ગના વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. બેટલે ચૂંટણી અભિયાનમાં કહ્યું હતું કે તેઓ પબ્લિક ટ્રાન્સપોર્ટને મફત કરી દેશે. લક્ઝમ્બર્ગની રાજધાની લક્ઝમ્બર્ગ સિટીની ટ્રાફિક વ્યવસ્થા દુનિયાની સૌથી ખરાબ ટ્રાફિક વ્યવસ્થામાંની એક ગણાય છે. એક લાખ 10 હજારની વસ્તીવાળા આ શહેરમાં 4 લોકો કામે જતા હોય છે જ્યારે દેશની વસ્તી 6 લાખ જેટલી છે. 

(12:39 am IST)
  • એસટી બસ હાઈજેક કરી આંગડિયા લૂંટ મામલો : હીરાના ૪ પાર્સલ, સોના-ચાંદી ના દાગીના ખેરાલુના નાનીવડાના ખેતરની ઝાડીમાંથી મળી આવ્યાઃ આંગડિયાની એક બેગ માં લગાવેલ હતી જીપીએસ સિસ્ટમ્સ : જેના આધારે પોલીસ લોકેશન ના આધારે તપાસ કરી રહી હતી : લૂંટારૂઓ એ જીપીએસ સિસ્ટમ વાળી બેગ સળગાવી દેતા પોલીસ ને હજુ સુધી વધુ સફળતા ન મળી : પોલીસ હાલ કરી રહી છે સકમંદોની પૂછપરછ access_time 11:32 am IST

  • ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના વડા કેશુભાઈ પટેલને તાવ અને કફને લીધે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. access_time 10:15 pm IST

  • ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ બીફ ખાતા પોસ્ટ કર્યો ફોટો ;કહ્યું ભાજપ શાસિત ગોવામાં જશ્ન માનવી રહયો છું :રામચંદ્ર ગુહા ભાજપની નીતિઓના ટીક્કાકાર છે :આગાઉ અમદાવાદ યુનિવર્સીટીમાં ભણાવવા ઇન્કાર કર્યો હતો : ગુહાએ ટ્વીટ કર્યું કે જુના ગોવામાં જાદુઈ સવાર ગુજાર્યા બાદ પણજીમાં લંચ કર્યું :ગોવા ભાજપ શાસિત છે એટલા માટે જશ્નમાં મેં બીફ ખાવા નિર્ણંય કર્યો :ગુહાએ ગોવાની કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી હતી access_time 12:36 am IST