Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

વિશ્વનો સૌથી મોડિફાઇડ યુવાન બાવીસ વર્ષના યુવાને શરીરમાં ચાલીસ મોડિફિકેશન કરાવ્યાં

સીડની, તા. ૮ : ઓસ્ટ્રેલિયા ન્યુ સાઉથ વેલ્સમાં રહેા બાવીસ વર્ષના એથન બ્રેમ્બલ નામના યુવાને ટેટૂ, પિયસિંગ અને મલ્ટીપલ હાડકાં ખોસવાની સર્જરી કરાવીને પોતાની સિકલ જ ચેન્જ કરી નાખી છે. તેણે આખા શરીરે અધધધ કહી શકાય એટલા ટેટૂ ચીતરાવી લીધાં છે. ૧૧ વર્ષની વયે તેને પહેલી વાર નાનકડુ ટેટૂ કરાયેલું. એ પછી તો તેને એવો ચસકો લાગ્યો કે તેને ૧૩ વર્ષની વયથી તો પોતાની મેળે ટેટૂ-પાર્લરમાં જઇને જાતજાતની ડિઝાઇનો શરીરે બનાવવાનું શરૂ કરી દીધી. શરીર પર ખાસ જગ્યા બચી નહીં એટલે પિયસિંગ કરાવવું શરૂ કર્યુ. ૧૭ વર્ષની વયે તેણે જીત પણ વચ્ચેથી કપાવી નાખી, આંજની કીકીમાં પણ કાળો રંગ ભરાવી દીધો છે. શરીર પર અત્યાર સુધીમાં તે ૪૦ પ્રકારની પ્રક્રિયાઓ કરાવી ચુકયો છે અને વિશ્વમાં સૌથી નાની વયનો મોસ્ટ મોડિફાઇડ યુવાનનો ખિતાબ તેને મળે એવી પુરી સંભાવના છે. ઇન્સ્ટાગ્રા પર એથનના સવા લાખથી વધુ ફોલોઅર્સ છે. તેનું કહેવુ છે ે લોકો પોતાના વાળને મનગમતી રંગ આપવા ડાઇ કરે છે તો ત્વચા પર આર્ટિસ્ટિક કામ કરાવવુ એ પણ એટલું જ સહજ છે. આટલી બધી પ્રક્રિયાઓમાંથી તેને માત્ર આંખમાં રંગ પુરવાની પ્રોસીજર સૌથી ગંભીર લાગેલી. (૯.૧૧)

(4:18 pm IST)