Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

પૂર્વ પોલીસ પ્રમુખના ટ્રાન્સફરના મામલે પાકિસ્તાનના કેબીનેટ મંત્રીનું રાજીનામું

બદલીમાં હસ્તક્ષેપ કરવાનો લાગ્યો હતો આરોપ

ઇસ્લામાબાદ :પૂર્વ પોલીસ પ્રમુખના ટ્રાન્સફરના મામલે પાકિસ્તાનના કેબીનેટ મંત્રીને રાજીનામું આપી દેવાની ફરજ પડી છે.

  પાકિસ્તાનના વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી આજમ ખાનનેસ્વાતિ પર અદાલતમાં એક કેસ ચાલી રહ્યો હતો જેમની પર આરોપ લગાવ્યા હતા કે પૂર્વ પોલીસ મહાનિરીક્ષક જાન મોહમ્મદે તેમના ટ્રાન્સફરમાં દખલ અંદાજી કરી હતી.

 પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનના કેબીનેટ મંત્રીને આ મામલે રાજીનામું આપી દેવું પડ્યું છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સપ્ટેમ્બરમાં મંત્રીમંડળના સલાહકાર બાબર અવાનને ભ્રષ્ટાચાર મામલે પોતાનું પદ છોડવું પડ્યું હતું. ૫૨૫ MW ના નંદીપુર પાવર પ્લાન્ટમાં ભ્રષ્ટાચાર મામલે તેમને રાજીનામું આપી દેવું પડ્યું હતું.

 

(2:24 pm IST)