Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

રખડતું કૂરકૂરિયું પાળી લીધું, પણ એ તો નામશેષ થવાના આરે એવી દર્લભ ડિન્ગો પ્રજાતિનું ડોગી નીકળ્યું

સીડની,તા.૮: ઓસ્ટ્રેલિયામાં શ્વાનોની અલ્પાઇન જાતિ નષ્ટપ્રાય સ્થિતિમાં હોવાનું ઓર ડિન્ગો ફાઉન્ડેશન કહે છે. ગયા ઓગસ્ટ મહિનામાં ઓસ્ટ્રેલિયાના વિકટોરિયા પ્રાંતમાં મળી આવેલો નાનકડો શ્વાન પેલી દુર્લભ અલ્પાઇન ડિન્ગો જાતિનો હોવાની આશંકા હતી. એ બાબતની ખાતરી કરવા માટે ઓસ્ટ્રેલિયન ડિન્ગો ફાઉન્ડેશને કરાવેલા ડીએનએ ટેસ્ટમાં સફળતા મળી હતી. વિકટોરિયા પ્રાંતના ગામડાંમાં રખડતું ગલૂડિયું 'વેન્ડી' ઓસ્ટ્રેલિયન અલ્પાઇન ડિન્ગો જાતિનું હોવાનું સાબિત થતાં ડિન્ગો ફાઉન્ડેશનના હોદેદારોને એ જાતિને બચાવવાની આશા જીગી છે. શિકારની પ્રવૃત્ત્િ।, નવાં શ્વાન ઉછેર કેન્દ્રોના અભાવ અને સરકારના રખડતા શ્વાનોની નાબૂદીના કાર્યક્રમોને કારણે ઓસ્ટ્રેલિયામાં અલ્પાઇન ડિન્ગો જાતિના શ્વાનો દુર્લભ બન્યા છે.

(11:29 am IST)