Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

High BP ના દર્દી છો તો રાત્રે દવા લેવાનું શરૂ કરો અને પછી જુઓ ફાયદા

રોગીઓને પોતાના મૃત્યુના જોખમને ઓછુ કરવા માટે પથારી પર જતા પહેલા દવા લેવી જોઈએ.આવુ એ માટે, કારણ કે એક નવા અભ્યાસમાં જાણ થઈ છે કે હાઈ બીપીની દવા સવારના બદલે રાત્રે લેવાથી હાર્ટ એટેકનો ખતરો ઓછો થવાની શકયતા ઓછી થાય છે.

અભ્યાસ મુજબ જો રોગી રાત્રે સૂતા પહેલા હાઈ બીપીની દવા ખાય છે તો તેમને હાર્ટ એટેકનો ખતરો 44 ટકા ઓછો થાય છે.

અભ્યાસ કર્તાઓએ કહ્યું કે હાઈ બીપીના રોગીઓ પોતાના મૃત્યુના જોખમને ઓછુ કરવા માટે પથારી પર જતા પહેલા જ પોતાની દવા લેવી જોઈએ.

હાર્ટ એટેકનો ખતરો ટળે છે :

અભ્યાસ કર્તાઓ મુજબ હાઈ બીપીવાળા દર્દી પર એક અભ્યાસ કર્યો. તેમા તેમણે જોયુ કે રાત્રે સૂતા પહેલા દવા લેવાથી હાર્ટ એટેક, દિલ સંબંધી અન્ય બીમારીઓ કે સ્ટ્રોકથી પીડિત થવાની શકયતા ઓછી થાય છે. શોધ મુજબ રાત્રે દવા લેવાથી સ્ટ્રોક અને હૃદય રોગનો ખતરો 66 ટકા સુધી ઘટી શકે છે.

સ્પેનના વૈજ્ઞાનિઓએ હાઈ બીપીની દવા લેનારાઓ 19 હજારથી વધુ દર્દીઓની તપાસ કરી.

તેમના પર સતત 6 વર્ષ સુધી નજર રાખવામાં આવી. અભ્યાસ મુજબ અડધા પ્રતિભાગીઓ રાત્રે અને અન્યને સવારના સમયે દવાનું સેવન કરવા માટે કહેવામાં આવ્યુ.

જેમા જાણ થઈ કે જે રોગીઓએ રાત્રે દવા લીધી તેમને હાર્ટ એટેકનો ખતરો 44 ટકા અને મૃત્યુનો ખતરો 66 ટકા ઓછો જોવા મળ્યો હતો.

સ્પેનની વિગો યૂનિર્વસિટી ના વૈજ્ઞાનિકો મુજબ આ દર્દીઓમાં સ્ટ્રોક થવાની શકયતા પણ ખૂબ ઓછી હતી તેમના મુજબ અત્યાર સુધી ડૉકટર દર્દીઓને સવારે ઉઠતા જ દવા લેવાની સલાહ આપતા રહે છે. કારણ કે તેમનુ માનવુ હતુ કે હાર્ટ એટેકના સંકટને રોકવા માટે સવારના સમયે દવા લેવાથી બીપી ઓછુ કરવુ મહત્વપૂર્ણ હોય છે.

 

(10:21 am IST)