Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

ફ્રાન્સના ટુલોમાં રોબોટ બન્યો આકર્ષણનું કેન્દ્ર

નવી  દિલ્હી:ફ્રાન્સના ટૂલો શહેરમાં છેલ્લા થોડા દિવસથી નાટકમાં કોઈ માનવી કલાકાર નથી પરંતુ 50 ફૂટ લાંબા રોબોટને શો નુ મુખ્ય પાત્ર બનાવવામાં આવ્યો છે. 45 ટનના રોબોટોને શોની સ્ક્રિપ્ટ અને ડાયરેક્શન અનુસાર શહેરની ગલિઓમાં પરફોર્મ કરાવવામાં આવ્યુ. ફ્રા ફ્રાન્સના આ પૌરાણિક શો માટેની લોકપ્રિયતાનો અંદાજે તે પરથી લગાવી શકાય કે માત્ર ચાર દિવસમાં તેને દેશના 6 લાખ લોકો જોવા પહોચ્યા હતા.

ફ્રાન્સના ઐતિહાસિક નાટક ગાર્ડિયન ઓફ ધ ટેમ્પલને લા મશીનિયા કંપનીએ સમાન્ય લોકોની સમક્ષ પ્રદર્શિત કર્યુ. ખાસ વાત એ છે કે કંપનીએ પોતાના ખર્ચે રોબોર્ટ તૈયાર કર્યો છે. આ રોબોટ બનાવવા માટે કંપનીને 15 મિલિયન યૂરો એટલે કે 124 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે, જ્યારે કલાપ્રેમી ટૂલો કંપનીને આ શો પ્રદર્શિત કરવા માટે 4.4 મિલિયન યૂરોનો ખર્ચ કરવો પડ્યો. આ ઉપરાંત 45 ફૂટના રોબોટ કરોડિયાને પણ કેરેક્ટર બનાવવામાં આવ્યુ છે. જો કે કંપની પહેલા પણ તેનો ઉપયોગ અન્ય જગ્યાએ કરી ચુકી હતી.

(9:58 pm IST)