Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

ઉત્તર કોરિયા સાથે પરમાણુ નીરસ્તીકરણ મુદ્દે વાતચીત કરવા માટે અમેરિકા સંપૂર્ણ રીતે તૈયાર

નવી દિલ્હી: અમેરિકાના સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં સ્થાયી પ્રતિનિધિ રોબર્ટ વુડે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઉત્તર કોરિયા સાથે પરમાણુ નીરસ્તીકરણ મુદ્દે વાતચીત કરવા માટે અમેરિકા સંપૂર્ણ રીતે તૈયાર છે. સ્વીડનમાં શનિવારના રોજ ઉત્તર કોરિયાનું પ્રતિનિધિ મંડળ અમેરિકાની સાથે બેઠકથી બહાર થઇ ગયું હતું.

                     અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે મામલે પ્રથમવાર ફેબ્રુઆરીમાં હનોઈ શિખર વાર્તા દરમ્યાન વાતચીત થઇ હતી સ્વીડન સરકારે અમેરિકા અને દક્ષિણ કોરિયાને ફરીથી વાતચીત શરૂ કરવામાટે આમંત્રિત કર્યા છે અને માટે અમેરિકા પણ તૈયાર હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:31 pm IST)