Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

વૈજ્ઞાનિકોની નવી શોધ: કેટલું પાણી પીવું જોઈએ તે બતાવશે હવે કિડની: નવા કંપ્યુટર મોડલની શોધ

નવી દિલ્હી: મોટાભાગે જોવામાં આવતું હોય છે કે લોકો શરીરની જરૂરિયાત મુજબ પાણી નથી પીતા અને બીમાર થવા પર દવા ખાય છે તેમજ પાણીના સ્તરનું ત્યારે પણ ધ્યાનમાં નથી રાખતા હોતા. એવામાં દવાઓ સીધી કિડની પર અસર કરીને તેમની કાર્યક્ષમતાને પ્રભાવિત કરે છે પાણી ઓછું પીવાના કારણે શરીર પર પાડનાર પ્રભાવની તપાસ માટે વૈજ્ઞાનિકોએ કંપ્યુટર કિડની વિકસિત કરી છે.

                એક એવું મોડલ છે જે ઓછું પાણી પીનાર લોકો પર દવાઓના પ્રભાવ વિષે જણાવશે. શરીરમાં પાણીનું સંતુલન બનાવી રાખવા માટે કિડનીની ભૂમિકા મહત્વની હોય છે સાથો સાથ ડીહાઇડ્રેશન દરમ્યાન ખુબજ ઓછા પાણીનો ઉપયોગ કરતા શરીરની અંદર ગંદગીને બહાર કાઢવામાં મદદ કરે છે.

(6:29 pm IST)