Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

સૈનિકે આ રીતે ખતરનાક કિંગ કોબ્રાને બે આંગળીથી પકડીને કાબુ મેળવ્યો: ઘટનાનો વિડીયો વાયરલ

નવી દિલ્હી: સામાન્ય રીતે લોકો સાપ વીંછીનું નામ સાંભળીને ડરી જતા હોય છે આપણી આંખની સામે જો આવી જાય તો પણ આપણને બીક લગતી હોય છે પરંતુ કિંગ કોબ્રાને કાબુમાં રાખવાનો એક દક્ષિણ પૂર એશિયાઈ દેશ મલેશિયાનો વિડીયો સામે આવ્યો છે જેને જોઈને સહુ કોઈને અચરજ થઇ જાય તેવી ઘટના છે.

                   જયારે મલેશિયાઈ સૈનિક રસ્તા પર જઈ રહ્યા હતા ત્યારે દરમ્યાન રસ્તા પર કિંગ કોબ્રા તેમની સામે આવીને ઉભો રહી ગયો હતો આવું થતા સૈનિકે પોતાની કમર સુધી આવી પહોંચેલ કિંગ કોબ્રાને પોતાની બે આંગળીથી પકડી લીધો હતો અને તેમનું મોઢું પકડીને તેમને વધારે પકડવામાં કાબુ મેળવી લે છે ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

(6:28 pm IST)