Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

સ્માર્ટફોન વિના ૧ વર્ષ રહેવાની ચેલેન્જ જીતી જશે આ બહેન ?

ન્યુયોર્ક,તા.૮:આપણા માટે સ્માર્ટફોન એ જીવનજરૂરિયાતની અત્યંત પ્રાથમિક ચીજ બની ગઈ છે. ફોન એ હવે માત્ર કોલ કરવા-રિસીવ કરવાનું માધ્યમ માત્ર નથી. એનાથી તમે સોશ્યલ મીડિયામાં સક્રિય રહી શકો છો અને વોટ્સએપ જેવી ફ્રી મેસેજિંગ સર્વિસ દ્વારા મિત્રો અને પરિવારજનોના સંપર્કમાં રહી શકો છો. લેટેસ્ટ ફોન માટે લાખો રૂપિયા ખર્ચી નાખનારી આજની જનરેશનને કોઈ કહે કે જો તમે થોડાક દિવસ એના વિના જીવશો તો ડબલ જેકપોટ મળશે. તો પણ સ્માર્ટફોન વિના ચાલી શકતું નથી. જોકે એક ડ્રિન્ક બનાવતી કંપનીએ સ્ક્રોલ ફ્રી ફાઙ્ખર અ યર નામની ચેલેન્જનું આયોજન કર્યું હતું. વિટામિનવોટર નામની કંપનીએ પડકાર આપ્યો હતો કે જે વ્યકિત એક વર્ષ સુધી સ્માર્ટફોન વિના રહેશે તેને ૯સ લાખ રૂપિયા મળશે. અકલ્પનીય લાગતી આ ચેલેન્જમાં પૈસા કમાવા માટે લગભગ એક લાખ લોકોએ નામ નોંધાવ્યા હતા. જોકે એમાંથી ૨૯ વર્ષની ઇલાનાને પસંદ કરવામાં આવી હતી. તેણે એક વર્ષ માટે સ્માર્ટફોન વિના રહેવાનું હતું. ચેલેન્જના ભાગરૂપે તેનો આઇફોન ફાઇવ લઈ લેવામાં આવ્યો અને તેને એક કિલપ મોબાઇલ આપવામાં આવ્યો જેનાથી માત્ર કોલ અને મેસેજ જ થઈ શકે છે. ઇલાનાએ આ ચેલેન્જના દસ મહિના ઓલરેડી પાર કરી લીધા છે. આ ડિસેમ્બર મહિનામાં તેની ચેલેન્જનું એક વર્ષ પૂરું થશે અને જો આ બે મહિના દરમ્યાન પણ તે કન્ટ્રોલ રાખી શકી તો તે ૭૧ લાખ રૂપિયાના ઇનામની દાવેદાર બનશે. જોકે ઇનામની રકમ તેને ૨૦૨૦માં બનશે. તેણે આખા વર્ષ દરમ્યાન ખરેખર સ્માર્ટફોન વાપર્યો જ નથી એ પુરવાર કરવા માટે તેની લાઇ- ડિટેકટર ટેસ્ટ પણ લેવામાં આવશે.

(3:39 pm IST)