Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

કેમિકલ વાળી ક્રીમથી ત્વચાને થશે નુકશાન, આ રીતે ઘરે બનાવો નેચરલ મોઈશ્ચરાઇઝર

પ્રદૂષણ, માનસિક તાણ પણ ત્વચાને બેજાન બનાવી દે છે. આમ તો શિયાળામાં બજારમાં અનેક પ્રકારની કોલ્ડ ક્રીમ અને મોઈશ્ચરાઈઝર મળતાં હોય છે પરંતુ કેટલાક લોકોને તેનાથી એલર્જી હોય છે. આ પ્રોડકટનો ઉપયોગ કરવાથી ચહેરાની ત્વચા ઓઈલી અને શ્યામ દેખાય છે અથવા તો તેના કારણે ઝીણી-ઝીણી ફોડલી ચહેરા પર થઈ જાય છે. આવામાં ઘરે બનાવેલું મોઈશ્યુરાઈઝર ત્વચા માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થાય છે.

ત્વચા માટે ગ્લિસરીનથી વધારે સારૂ કોઈ મોઈશ્ચરાઈઝર નથી હોતું. તેનાથી ત્વચા પર કોઈ સાઈડ ઈફેકટ થતી નથી. જો કે ગ્લિસરી વધારે પ્રમાણમાં સીધું જ ત્વચા પર ન લગાવી શકાય તેથી ત્વચાને નુકશાન થાય છે. તેથી ગ્લિસરીન અને ગુલાબજળને મીક્ષ કરીને તેનો ઉપયોગ કરવો જોઈએ. આ મિશ્રણમાં લીંબૂનો રસ પણ ઉમેરી શકો છો.

આ ઉપરાંત કોકોબટર, શિયા બટરનો ઉપયોગ કરીને પણ તમે કોલ્ડ ક્રીમ બનાવી શકો છો. તેના માટે સમાન માત્રામાં શિયા બટર અને કોકો બટર લેવા. તેનાથી અડધી માત્રામાં નાળિયેરનું તેલ અને ૧ થી ૨ ચમચી બદામનું તેલ, ૧ ચમચી એલોવેરા જયૂસ લેવા.

તેને બનાવવા માટે સૌથી પહેલા ગેસ પર ધીમા તાપે નાળિયેરનું તેલ ગરમ કરવું તેમાં શિયા બટર અને કોકો બટર ઉમેરવા. બધી જ સામગ્રી પ્રવાહી થઈ જાય એટલે તેને ગેસ પરથી ઉતારી તેમાં એલોવેરા જયૂસ અને બદામનું તેલ ઉમેરવું. ઠંડુ થઈ જાય એટલે તેને એક જારમાં ભરી લેવું.

(9:49 am IST)