Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

લાપતા થયેલા ઇન્ટરપૉલના ચીફ મેંગ હોન્ગવેઇએ આપ્યું રાજીનામુ: કિમ જોંગ યાંગને કાર્યવાહક અધ્યક્ષ બનાવ્યા

નવા અધ્યક્ષ માટે 18થી 21 નવેમ્બર દરમ્યાન ચૂંટણી કરવામાં આવશે.

લાપતા થયેલા ઇન્ટરપોલના ચીફ મેંગ હોંગવઈએ પોતાના પદેથી રાજીનામું આપ્યુ છે. મેંગ હોંગવઈ વિરૂદ્ધ ચીન તપાસ કરી રહ્યુ છે.  મેંગ હોંગવઈએ  પોતાના પદેથી તાત્કાલિક  અસરથી રાજીનામું આપવાનો  નિર્ણય કર્યો છે.

 તેમણે  લિયોનમાં ઈન્ટપોલના મહાસચિવને રાજીનું સોંપ્યુ હતું. ઈન્ટરપોલે એક નિવેદનમાં કહ્યુ હતુ કે, મેંગ હોંગવઈના રાજીનામા બાદ દક્ષિણ કોરિયાના કિમ જોંગ યાંગને કાર્યવાહક  અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. નવા અધ્યક્ષ માટે ચૂંટણીનું આયોજન 18થી 21 નબેમ્બર દરમ્યાન કરવામાં આવશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે મેંગના રાજીનામા પાછળનું કારણ ચીન દ્વારા કરવામાં આવેલુ દબાણ ગણવામાં આવી રહ્યુ છે.ચીનનું કહેવુ છે કે,મેંગ વિરૂદ્ધ કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ તેની વિરૂદ્ધ તપાસ કરવામાં આવી રહી છે  અને તેઓ લાંચ પણ લેતા હતા.

(5:22 pm IST)