Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

મૃત્‍યુ બાદ ફરી જીવંત થઇ મહિલા, જાણો તેણીએ સ્‍વર્ગ વિશે શું કહ્યું

જલંધર, તા.૮: વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી છે, પરંતુ આજની તારીખે, મૃત્‍યુ પછી આત્‍મા ક્‍યાં જાય છે તે શોધવા માટે કોઈ પણ વ્‍યક્‍તિ સક્ષમ નથી. પરંતુ એક તાજેતરમાં જ બનેલી એક ઘટનાએ દરેકને આヘર્યમાં મૂકી દીધા છે. મૃત્‍યુ પછી, કોઇ વ્‍યક્‍તિ ફરીથી જીવંત થાય એ ચમત્‍કાર કરતા ઓછું નથી. તાજેતરમાં, પંજાબમાં એવો એક આઘાતજનક કેસ વાયરલ થઈ રહ્યો છે.

ગુરદાસપુરમાં એવું કંઈક બન્‍યું કે દરેક લોકો આヘર્ય થઇ ગયા. હકીકતમાં, ઇસ્‍લામાબાદ મોહલ્લાની એક મહિલાનું રાત્રે મૃત્‍યુ થયું હતુ.

ડોક્‍ટરોએ તેને હોસ્‍પિટલમાં મૃત જાહેર કર્યા. જો કે, જયારે મૃત શરીરને બાળી નાખવાની તૈયારી કરવામાં આવી, ત્‍યારે તે ઊભી થઇ ગઇ અને ત્‍યાં હાજર તમામ લોકો આશ્ચર્યચકિત થઇ ગયા.

અને મહિલા ઉભી થઇ ગઇ

મીડિયા અહેવાલ અને સોશિયલ મીડિયા પરની જાણકારી અનુસાર મહિલાનું નામ બીરો દેવી છે. આ ડાયબિટીઝ દર્દી છે. બીમારીને કારણે બીરો દેવીના શ્વાસ અચાનક જ રોકાઇ ગયા. લોકો હોસ્‍પિટલ લઇને પહોંચ્‍યા તો ડોકટરોએ જવાબ આપી દીધો અને ત્‍યા શોકનો માહોલ છવાઇ ગયો.

રાત્રે એક મહિલાનો હાથ બીરા દેવાની મૃતદેહ પર પડ્‍યો અને તેણી ઊભી થઈ. ઉભી થતા જ મહિલાના શબ્‍દો આદ્યાતજનક હતા. તેણે કહ્યું કે તે સ્‍વર્ગમાંથી પાછી આવી છે. બીરો દેવીએ કહ્યું, મને ભૂલથી લઇ ગયા હતા. બીજા મહોલ્લાની મહિલાને લઇને જવાનું હતુ. હું સ્‍વર્ગમાં ચક્કર લગાવીને પરત આવી ગઇ, બીરો દેવી હવે હોસ્‍પિટલમાં દાખલ ગઇ છે.

આ મામલામાં, બીરો દેવીની પુત્રી જયોતિ કહે છે કે સોમવારે રાત્રે હોસ્‍પિટલમાં પહોંચ્‍યા ત્‍યારે ડોક્‍ટરોએ તેની તપાસ કરી ન હતી. થોડા ચેકઅપ પછી તેણે જવાબ આપ્‍યો કે તે મૃત્‍યુ પામી છે.

તે જ સમયે, હોસ્‍પિટલના હાર્ટ નિષ્‍ણાત ડો. મનજિંદર સિંહ બબ્‍બરે કહ્યુ કે જયાં સુધી ઇસીજીનો રિપોર્ટ પ્‍લેન ન આવે ત્‍યાં સુધી દર્દીને મૃત જાહેર ન કરી શકીએ. સુગર સ્‍તર નીચે હોવુ એ પણ એક કારણ હોઈ શકે છે.

 

(4:50 pm IST)