Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

નાના બાળકને ખોળામાં લઇને લપસણીમાં બેસવાનું જોખમી

નવી દિલ્હી તા. ૮ :.. બાળક નાનું હોય અને લપસણીમાં બેસતાં ડરતું હોય એટલે મમ્મીઓ તેને ખોળામાં લઇને જાતે લપસણી પરથી સરકે છે. મમ્મીને લાગે છે કે એમ કરવાથી બાળક નીડર બનશે, પરંતુ એમ કરવામાં બાળકને ઇજા થવાની સંભાવના વધે છે. અમેરિકન એકેડેમી ઓફ પીડિયાટ્રીકસ નામની જર્નલમાં છપાયેલા અભ્યાસમાં નોંધાયું છે કે બ્રિટનમાં દર વર્ષે છ વર્ષથી નાના બાળકોને ઇમર્જન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવે છે. એમાંથી વીસ ટકા બાળકો લસપણી પર ઇજા પામેલાં હોય છે પગનું ફ્રેકચર એમાં સૌથી કોમન હોય છે. અમેરિકામાં ર૦૦ર થી ર૦૧પ દરમ્યાન છ વર્ષથી નાની વયનાં ૩,પર,૬૯૮ બાળકો સ્લાઇડ પર રમતી વખતે ઇજા પામ્યા હોવાનું નોંધાયું છે. અમેરિકન રિસર્ચરોએ આ અભ્યાસમાં વિગતવાર વિશ્લેષણ કર્યુ છે કે લપસણી પર રમવાનું બાળકો માટે જોખમી નથી, પરંતુ જયારે પેરન્ટસ બાળકોને ખોળામાં લઇને સ્લાઇડર પર સરકે છે ત્યારે એ બાળક માટે ખૂબ જ જોખમી બની જાય છે. આનું કારણ એ છે કે, બાળકો માટે બનેલી સ્લાઇડ પર જયારે પુખ્તો સરકે છે ત્યારે વજનને કારણે સરકવાની સ્પીડ અનેકગણી વધી જાય છે. બાળક એ ગતિ સાથે સેટ થઇ શકતું નથી અને જો સ્લાઇડ પર બાળકનો પગ અડકતો હોય તો એ ટવિસ્ટ થઇને મચકોડાય કે હાડકું ભાંગી જાય એવી સંભાવના વધે છે.

(4:06 pm IST)