Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

અઠવાડિયામાં ત્રણ વખત શરાબ પીવામાં વાંધો નહીં

વોશીંગ્‍ટન તા. ૮ :.. વોશિંગ્‍ટન યુનિવર્સિટી સ્‍કુલ ઓફ મેડિસીનના સંશોધકોના જર્નલ ‘આલ્‍કોહોલિઝમઃ કિલનિકલ એન્‍ડ એકસપરિમેન્‍ટલ રિસર્ચ' માં પ્રગટ થયેલા અભ્‍યાસલેખમાં અઠવાડીયામાં ત્રણ વખત શરાબ પીવામાં આરોગ્‍યને માટે વાંધો ન હોવાનું જણાવવામાં આવ્‍યું હતું. હંમેશાં શરાબ પીવામાં આરોગ્‍યની સમસ્‍યાઓ ઊભી થવાની શકયતા વિશેના અભ્‍યાસમાં નિષ્‍ણાતોએ લો લેવલ ડ્રીન્‍કીંગ અને મૃત્‍યુની શકયતા વિશે સંશોધન કર્યુ હતું. અઠવાડીયામાં ત્રણ વખત અને દરેક વખતે એકાદ- ડ્રિન્‍કસ કરતાં વધારે પીવામાં ન આવે તો સ્‍વાસ્‍થ્‍યને તકલીફ કે નુકસાનની સંભાવના ન હોવાનું અભ્‍યાસલેખમાં જણાવવામાં આવ્‍યું હતું.

અઠવાડીયામાં ચારથી સાત વખત ડ્રીન્‍કસ લેનારાઓને આરોગ્‍યની મુશ્‍કેલીની શકયતા સંશોધકોએ દર્શાવી છે. આ રીતે બેફામ ડ્રિન્‍કિંગ કરનારાઓ મૃત્‍યુની નજીક જતા હોવાનું અભ્‍યાસમાં જણાવવામાં આવ્‍યું હતું. આલ્‍કોહોલના આરોગ્‍યને ફાયદા વિશે પણ અભ્‍યાસો થઇ ચૂકયા છે, પરંતુ તાજેતરના આ અભ્‍યાસમાં સ્‍પષ્‍ટ જણાવવામાં આવ્‍યું છે કે રોજ શરાબ પીવાથી આરોગ્‍યને નિヘતિરૂપે નુકસાન થાય છે.

(12:39 pm IST)