Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

૧૦ મહિના પછી જુના કપડામાંથી મળેલી લોટરીની ટિકીટથી લાગ્‍યો ૯.૯૫ કરોડનો જેકપોટ

ટોરેન્‍ટો તા ૮ : કેનેડાના કયુબેકમાં રહેતા ગ્રેગોરિયો ડી સેન્‍ટિસ નામના ભાઇએ ૨૦૧૭ ડિસેમ્‍બરમાં લોટરીની એક ટિકીટ ખરીદેલી. જુના જેકેટમાં તેની ટિકીટ પડી રહી અને આ ભાઇ ભુલી જ ગયા કે તેમણે વીકના એન્‍ડમાં લોટરીનું રીઝલ્‍ટ જોવાનું છે. વાત સાવ ભુલાઇ ગઇ. આખરેથોડા દિવસ પહેલાં તેનું કબાટ બહુ અસ્‍તવ્‍યસ્‍ત થઇ ગયેલું એટલે તેની બહેને તેને પરાણે એ સાફ કરવા બેસાડયો. જુનાં અને નકામા કપડાં કાઢી નાખવા તેણે પેલું જૂનુ જેકેટ હાથમાં લીધું અને ખિસ્‍સાં તપાસ્‍યાં તો એમાંથી એક ટિકીટ નીકળી. આટલી જૂની ટિકીટ નું શું કરવાનું એમ વિચારીને તે ફાડવા જતો હતો, પણ થયું કે લાવ એક વાર લોટરીવાળી કંપનીમાં તપાસ કરી લઉં. નવાઇની વાત એ છે કે એ વિનર ટિકીટ હતી અને તે ૧.૩૫ મિલ્‍યન કેનેડિયન ડોલર એટલે કે લગભગ ૯.૯૫ કરોડ રૂપિયા જીત્‍યો હતો. ગ્રેગોરિયો ૧૯૭૦ ની સાલથી લોટરીમાં નસીબ અજમાવતો આવ્‍યો છે. ૨૦૦૦ ની સાલમાં તેને ૪૦૦૦ ડોલર એટલે સવા બે લાખ રૂપિયા લાગ્‍યા હતા.

(12:39 pm IST)