Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

ન્‍યૂયોર્કમાં થઇ મોટી દુર્ઘટના : કાર ક્રેશમાં નવદંપતી સહિત ૨૦ લોકોના મોત

ન્‍યૂયોર્ક તા. ૮ : અમેરિકાના શોહારીમાં રવિવારે બે કાર અથડાતા ૨૦ લોકોનાં મોત નીપજયા છે. આ દુર્ઘટના ન્‍યૂયોર્ક શહેરના ૧૭૦ મીલ ઉત્તરમાં થઇ છે. શહેર પોલીસે જાણકારી આપતા કહ્યું છે કે આમાંથી એક કાર લિમોઝીન હતી. આ લિમોઝીનમાં બેઠેલા લોકો બર્થડે પાર્ટીમાં જઇ રહ્યાં હતાં.

પહેલા સૂત્રો પાસેથી મળતી જાણકારીમાં સામે આવ્‍યું હતું કે લિમોઝીનમાં નવદંપતી સાથે જાનૈયા પોતાના રિસેપ્‍શનમાં જવા માટે સવાર હતા પરંતુ પછી મળતા સમાચાર પ્રમાણે નવદંપતી સાથે, ચાર બહેનો અને અન્‍ય લોકો એક બર્થડે પાર્ટીમાં જઇ રહ્યાં હતાં.

ન્‍યૂયોર્ક પોલીસે જણાવ્‍યું કે ટૂરિસ્‍ટ શોપ બેરલ કંન્‍ટ્રી સ્‍ટોર એન્‍ડ કેફેની બહાર લિમોઝીન કારની ટક્કર રોડ પર પાર્ક કરેલી કાર સાથે થઇ હતી.

જેના કારણે લિમોઝીનમાં સવાર ૧૮ લોકો અને રસ્‍તા પર ચાલતા બે લોકોના મોત નીપજયાં છે. પુરઝડપમાં લિમોઝિન એસયુવી સાથે અથડાઇ હતી. પોલીસે હાલ મૃતકોની સંખ્‍યા જણાવી દીધી છે પરંતુ હજી નામ જાહેર નથી થયા.

(10:48 am IST)