Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

આ બહેને પોતાના માસિકના લોહીથી ચિત્રો દોર્યા છે

મિશિગન તા.૮ : માસિકચક્ર અને પિરિયડ્સની પીડા એ દરેક મહિલાના જીવનનો અભિન્ન હિસ્સો છે જોકે અમેરિકાના મિશિનગમાં રહેતી ૩૦ વર્ષની કેસી બ્લુ નામની યોગ-ઇન્સ્ટ્રકટરે પોતાના પિરિયડ્સની પીડાને ક્રિએટિવ રસ્તે વિકસાવવાનો પ્રયત્ન કર્યો છે. ટીનેજ દરમ્યાન જયારે પણ પિરિયેડ્સ આવે ત્યારે ખુબ ડિપ્રેસ થઇ જતી કેસીએ યોગનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું છે પછીથી તેને સ્ત્રીના માસિકનું મહત્વ અને પવિત્રતા સમજાવા લાગી.તેણે આ સમજણને એકદમ ક્રિએટિવ અંદાજ આપ્યો અને માસિકના લોહીમાંથી જાતે જ પેઇન્ટિંગ્સ દોરવાં શરૂ કર્યાં. માસિકનું લોહી એકત્ર થાય એ માટેતેણે મેન્સ્ટ્રુઅલ કપ્સ વાપરવાનું શરૂ કર્યું. આ કપમંા એકઠું થતું લોહી એ સાચવી રાખતી. દરેક વખતે વિવિધ શેડનું લોહી નીકળતું. ઘેરા લોહીથી લઇને બ્રાઉનિશ બ્લેક રંગનું લોહી વાપરીને તેણે અનેક ચિત્રો દોર્યાં છે. છેલ્લા ૧૩ મહિનાથી તે આ પ્રયોગ કરે છે અને તૈયાર થયેલાં ચિત્રો તેણે પોતાના બાથરૂમમાં મઢાવીને રાખ્યાં છે. હવે તો તેને માસિકનું લોહી એટલું પવિત્ર લાગે છે કે તે એ લોહીમાં પાણી ભેળવીને ઘરમાંજ મૂકેલાં છોડનાં કુંડાઓમાં પણ રેડે છે.(૧.૩૩)

(4:02 pm IST)