Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

કાર-એકિસડન્ટમાં ઇન્જર્ડ પગની સારવાર કરતી વખતે બહેનની જીભ પર વાળ ઊગી નીકળ્યા

અમેરિકાના સેન્ટ લુઇ શહેરમાં પંચાવન વર્ષના એક બહેનની કારનો એકસિડન્ટ થયેલો. અકસ્માત એટલો ઘાતક હતો કે તેમના બન્ને પગ ખેુબજ ખરાબ રીતે ઇન્જર્ડ થયેલા. હોસ્પિટલમાં તેમને સારવાર માટે ભરતી કરવામાં આવ્યાં લગભગ એક-બે મહિનાનો ખાટલો કન્ફર્મ હતો જોકે એ.ક વીક થયું હશે ત્યા તેમને જીભ પર કડવો સ્વાદ આવવા લાગ્યો. માંદગી દરમ્યાન દવાઓ ખાવાને કારણે ઘણીવાર સ્વાદેન્દ્રિયો નબળીપડી જાય છે, એટલેપહેલાં તેમણે ઇગ્નોર કર્યુ. થોડા દિવસમાં તેમને જીભ પર કશુંક ખરબચડુ જામેલું હોયએવું લાગવા લાગ્યું. ડોકટરે જયારે મો તપાસ્યું તો જીભ પર વાળ ઊગેલા ! અલબત, ડોકટરો માટે આ નવાઇનો વિષ્ય નહોતો. બહેનને સારવાર દરમ્યાન મિનોસાઇકિલન નામની જે એન્ટિબાયોટિક આપવામાં આવી હતી એની આડઅસર રૂપે આ  થયું હોવાનું તેમનું માનવું હતું. જયાર. બહુ જ સ્ટ્રોન્ંગ એન્ટિબાયોટીક આપવામાં આવે છે ત્યારે મોમાના સારા બેકટેરિયાનો નાશ થઇ જાય છે જેને કારણે  મોમાં ચોક્કસ પ્રકારની ફંગસ અને ખરાબ બેકટેરિયા વધી જાય છે. આવા સમયે જીભની ઉપરનછ ત્વચા પર જાણે રૃંછા ઉગ્યા હોય એવી ખરબચડી રૃંવાટી પેદા થાય છે. એ કયારેક કાળી, લીલી, ભૂશ્રી પણ હોઇ શકે છે. ઘણીવાર લોકો મોની સ્વચ્છતાની પુરતી કાળજી ન રાખે તો પણ આવું થઇ શકે છે. 'બ્લેક હરી ટંગ' નામની આ સમસ્યા વિશે સારવારમાં શરૂઆતના તબ્બકામાં જ ખબર પડી જતાં બહેનની દવામાં બદલાવ કરવામાં આવ્યો અને અન્ય કાળજીના પગલાં લેવાના એક મહિનામાંં જ જીભ પરના વાળ ગાયબ થઇ ગયા. આ કેસ ન્યુ ઇગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયો છે. (૩.૧૭)

(4:02 pm IST)