Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

આ તૂટેલા વાટકાની હરાજીમાં અંદાજિત બોલી છે ૯૩ લાખ

લંડન તા. ૮ :.. લંડનમાં રહેતા એક ભાઇએ ૧૯ર૦ ની સાલમાં રોડ પરની જૂની ચીજોના સેલમાંથી ખરીદેલો એક વાટકો વર્ષોથી અભરાઇ પર પડયો હતો. વાટકો ખરીદનારા ભાઇ તો ગુજરી ગયા, પણ તેમનાં સંતાનોને જૂની ચીજોની સફાઇ દરમ્યાન આ વાટકો હાથ લાગ્યો. કિનારીએથી એની થોડીક કરચ તૂટી ગયેલી છે. જો કે એના પર ચાઇનીઝ યોન્ગઝેન્ગ સમયનો માર્ક છે એનો મતલબ કે આ વાટકો ૧૭ર૩ થી ૧૭૩પ ની વચ્ચેના ગાળામાં બન્યો હોવો જોઇએ. એનો મતલબ તો એ થયો કે આ તો એન્ટિક ચાઇનીઝ ચીજ થઇ. આ બોલ લંડનના હેન્સન્સ ઓકશન-હાઉસે તપાસ્યો અને તેમણે  તો આ તૂટેલા અને સ્ક્રેચ પડેલા વાટકાની કિંમત લગભગ એક લાખ પાઉન્ડ જેટલી હોવાની જતાવી. આ વાટકા માટેની બોલી લાગવાનું પણ શરૂ થઇ ગયું છે. અને આ વીક એન્ડમાં થનારા ઓકશનમાં બે ઓછામાં ઓછા એક લાખ પાઉન્ડ એટલે કે લગભગ ૯૩ લાખ રૂપિયામાં વેચાય એવી સંભાવનાઓ છે.

(4:01 pm IST)