Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

દાંતથી નખ કાપવાની આદતને લીધે ૨૦ વર્ષની છોકરીનો અંગુઠો કપાવવો પડયો

એેન્ગ્ઝાયટી દરમ્યાન ઘણા લોકોને દાંતથી નખ ખોતરવાની આદત હોય છે. ઇનોસન્ટ લાગતી આ આદત કેટલી ખતરનાક બની શકે છે એ તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં રહેતી વીસ વર્ષની યુવતીના કેસથી ખબર પડી શકે એમ છે. બાળપણથી જ કર્ટની વિયોર્ન નામની છોકરીને નખ કરડવાની બહુ આદત હતી. એને કારણે અંગુઠાનો નદ વારંવાર ઉખડી જતો અને એ ભાગમાં લોહી જમી જતું છેલ્લા ચાર વર્ષથી પરિસ્થિતિ એટલી ખરાબ થઇ હતી કે નખની આસપાસની ત્વચા કાળી થઇ ગયેલી અને જાણે સડો અંદર ઉતરતો હોય એવું લાગતુેં હતું જોકે આ વાતની પેરેન્ટસને જાણ કરશે તો તેઓ તેની નખ ખોતરવાની આદતને જ બ્લેમ કરશે એવો તેને ડર હતો. ભયને કારણે તે મોટા ભાગે અંગુઠા પર કંઇક ભરાવી રાખીને એને સંતાડતી. કેટલાય સમય સુધી નખ વિનાના અંગુંઠા પર નકલી નખ લગાવીને રાખ્યો. જોકે આખરે પીડા ખુબ વધી અને કાળાશ પેદા થઇ. આખરે તે નખને કોસ્મેટિક સારવાર દ્વારા ઠીક કરવા ડોકટર પાસે ગઇ. કોમેટિક સર્જાધને તેને પ્લાસ્ટિક-સર્ર્જાર્ધન પાસેઙ્ગ મોકલી અને તેમણે સ્કિન-સ્પેશ્યાલિસ્ટ પાસે મોકલીે. ડલકટરોએ જાતજાતની ટેસ્ટ કરાવ્યા પછી કહ્યું કે અંગુઠામાં અત્યંત રેેર કહ.વાય એવું ત્વચાનું કેન્સર થયું છે. કેેન્સરના કોષેો અગુંઠાથી આગળ બીજે વધ્યા ન હોવાથી અંગુંઠો કપાવી નાખવાથી કેન્સરથી બચવાની સંભાવના શકય બની હતી. આખરે તેનો અંગુંઠો કાપી નાખવો પડયો (૩.૧૬)

(4:01 pm IST)