Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

લીલા ચણાના ફાયદા વિશે જાણો છો?

લીલા ચણા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. લીલા ચણામાં ભરપુર માત્રામાં ફાઈબર, કેલ્શિયમ, પ્રોટીન અને આયરન હોય છે. જે શરીરને એનર્જી પ્રદાન કરે છે. તો જાણો લીલા ચણા ખાવાથી થતા ફાયદા વિશે.

લીલા ચણામાં વિટામીન સી ભરપુર માત્રામાં હોય છે. સવારે નાસ્તામાં લીલા ચણાનું સેવન કરવાથી હાડકા હંમેશા મજબુત રહે છે.

જો તમારા શરીરમાં રકતની ખામી છે. તો આજથી જ લીલા ચણાનું સેવન કરો. લીલા ચણામાં આયર્નની ભરપુર માત્રા હોય છે, જે શરીરમાં રકતની ખામીને દૂર કરે છે.

આજના સમયમાં મોટા ભાગના લોકો બ્લડ શુગરની સમસ્યાથી હેરાન રહે છે. જો તમે દરરોજ એક વાટકો લીલા ચણાનું સેવન કરો છો, તો તમારૂ બ્લડ શુગર હંમેશા કંટ્રોલ રહે છે.

લીલા ચણામાં ભરપુર માત્રામાં વિટામીન્સ અને મિનરલ્સ હોય છે. દરરોજ લીલા ચણાનું સેવન કરવાથી શારીરિક નબળાઈ દૂર થાય છે.

જો તમે દરરોજ લીલા ચણાનું સેવન કરો છો, તો તમારૂ હૃદય હંમેશા સ્વસ્થ રહે છે. લીલા ચણાનું સેવન કરવથી શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ પણ કંટ્રોલમાં રહે છે.

(9:58 am IST)