Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

સવારનો કૂણો તડકો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

ઠંડી હવાઓ વચ્ચે સવારનો કુણો તડકો તમારા મનને પ્રફુલ્લીત બનાવે છે. પરંતુ, શું તમે તેનાથી મળતા લાભ વિશે જાણો છો?

 સવારનો તડકો આકરો હોતો નથી. જેથી તેનો કોઈ પણ પ્રકારનો હાનિકારક પ્રભાવ તમારા શરીર પણ પડતો નથી.

 એ વાત તો આપણે બધા જાણીએ જ છીએ કે સવારે તડકામાં બેસવાથી પર્યાપ્ત માત્રામાં વિટામીન-ડી પ્રાપ્ત થાય છે. જે શરીર માટે ખૂબ જ જરૂરી છે.

 સૂર્યના કિરણો બાહ્ય ત્વચા પર જ પોતાનો પ્રભાવ પાડતી નથી, પરંતુ તે શરીરના અંગોમાં અંદર સુધી જઈ તેને સ્વસ્થ બનાવવામાં ખૂબ જ અસરકારક સાબીત થઈ છે.

(9:58 am IST)