Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

વાળને ચમકદાર બનાવે છે ભાતનું ઓસામણ

ચોખાનું પાણી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેના ઉપયોગથી ત્વચા ગોરી અને સુંદર થાય છે અને સાથે ત્વચા સંબંધી સમસ્યાઓથી પણ છુટકારો મળે છે. પરંતુ, શું તમે જાણો છો કે ભાતનું ઓસામણ ત્વચાની સાથે તમારા વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેના ઉપયોગથી તમે તમારા વાળને સુંદર બનાવી શકો છો.

ભાતના ઓસામણમાં ભરપુર માત્રામાં પોષકતત્વ, મિનરલ્સ અને અમીનો એસિડની સાથે વિટામીન-બી, સી અને ઈ હોય છે. જે ત્વચા અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેનો ઉપયોગ કરવા માટે એક વાસણમાં પાણી લઈ તેમાં એક કપ ચોખા નાખીને ગેસ પર ગરમ કરો. હવે તેને ૩૫ મિનીટ સુધી પકાવો. જ્યારે ચોખાનું પાણી ઘાટુ સફેદ રંગનું થઈ જાય, તો તેને આંચ પરથી ઉતારીને ઠંડુ કરો. હવે પાણીને ગાળીને બોટલમાં ભરી ફ્રીઝમાં રાખી દો.

આ ટોનરનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા તમારા વાળને ધોઈ લો. હવે ચોખાના પાણીને તમારા વાળમાં લગાવી હળવા હાથે મસાજ કરો. હવે થોડીવાર માટે તેને એમ જ રહેવા દો. ત્યારબાદ તમારા વાળને સાફ પાણીથી ધોઈ લો. અઠવાડીયામાં ૨-૩ વાર આવુ કરવાથી તમારા વાળ સાફ, સુંદર અને લાંબા થઈ જશે.

તમારી ત્વચામાં નિખાર લાવવા માટે રાત્રે સુતા પહેલા રૂ દ્વારા ભાતનું ઓસામણ તમારા ચહેરા પર લગાવો. સવારે ઉઠીને સાફ પાણીથી ચહેરો ધોઈ લો. એવુ કરવાથી તમારી ત્વચા પર નિખાર આવશે અને ત્વચા ચમકદાર બની જશે.

(9:57 am IST)