Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

આ કારણે હાઈ મ્યુઝીક પર તમારા પગ ડોલવા લાગે છે

મ્યુઝીક પર પગ ડોલવા એ (બેસ) પર નિર્ભર કરે છે

શું તમે જાણો છો કે, મ્યુઝીક ચાલુ થતા જ તમારા પગ કેમ ડોલવા લાગે છે? મોટા ભાગના લોકોનું કહેવુ છે કે તેને ખુશીનો અહેસાસ થાય છે અને તે ખુશીથી જુમી ઉઠે છે. પરંતુ, આ ઉપરાંત પણ અન્ય એક કારણ સામે આવ્યું છે. ઓસ્ટ્રેલીયામાં આ મામલે એક શોધ કરવામાં આવી હતી અને હાલમાં જ તેના પરિણામ સામે આવ્યા છે.

મ્યુઝીક પર પગ ડોલવા એ (બેસ) પર નિર્ભર કરે છે. શોધ દરમિયાન નિમ્ન અને ઉચ્ચ આવૃત્તિવાળા અવાજો એટલે કે લો ફ્રીકવન્સી અને હાઈ ફ્રીકવન્સી સાઉન્ડ પર મસ્તિષ્કની અંદર થતા પરીવર્તનોનો શોધકર્તાઓએ અભ્યાસ કર્યો છે. આ જ અવાજથી મ્યુઝીકની રીધમ તૈયાર થાય છે.

મસ્તિષ્કની હરકતોને સમજવા માટે ઈલેકટ્રોએન્સેફેલોગ્રાફી નામના યંત્રનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સંશોધકોને જાણવા મળ્યુ કે મસ્તિષ્કની બધી હરકત ધુનની આવૃત્તિ પર નિર્ભર છે. જો કોઈ ગીતમાં બેસ વધારે છે, તો પગ વધુ ડોલશે અને લોકો વધુ નાચશે. જ્યારે ઓછા બેસવાળા ગીત લોકોને નાચવા માટે મજબુર કરી શકતા નથી.

સંશોધકોને આશા છે કે તેની આ શોધ મેડિકલ કંડિશનને સમજવા અને ઈલાજ કરવા માટે ઉપયોગમાં આવી શકે છે. આજકાલ મ્યુઝીક થેરાપી દ્વારા પણ લોકોનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે. આવનારા સમયમાં સંગીત માત્ર મનને આરામ આપવા જ નહિં, પરંતુ ઈલાજ માટે પણ ફાયદાકારક સાબીત થઈ શકે છે.

(9:57 am IST)