Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

રશિયાએ તેની પરમાણુ નીતિમાં કર્યો મોટા પાયે ફેરફાર

નવી દિલ્હી: રશિયાએ તેની પરમાણુ નીતિમાં મોટા ફેરપારની જાહેરાત કરતાં જણાવ્યું છે કે તેના ઉપર કોઈ દેશ કોઈ પણ બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કરશે તો તે તેનો જવાબ પરમાણુ હુમલાથી આપી શકે છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે પરમાણુ હુમલો કરવાની શરતોમાં થયેલા સંશોધનની માહિતી આપતા કહ્યું કે કોઈપણ હુમલાખોર મિસાઈલને પરમાણુ હિથયારોથી સજ્જ મિસાઈલ માનવામાં આવશે.

         રશિયાના સંરક્ષણ મંત્રાલયના અખબાર રેડ સ્ટારે ટોપ મિલિટ્રી સાયન્ટિસ્ટ એલેક્ઝાન્ડર ખારાપિન અને રશિયાના જનરલ સ્ટાફ સભ્ય એન્ડ્રી સ્ટર્લિનને ટાંકીને લખ્યું કે કોઈપણ ઓટોમિક મિસાઈલથી થયેલા હુમલાના સંદર્ભમાં દેશનું ટોચનું નેતૃત્વ પરિસિૃથતિના આધારે ન્યુક્લિયર ફોર્સની પ્રતિક્રિયાના માપદંડ નક્કી કરશે.

(5:52 pm IST)