Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

બ્રિટનમાં વિદેશ મંત્રાલયની બિલાડીને રીટાયર કરવામાં આવી

નવી દિલ્હી: લંડનની યુકે ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસની નિવાસી બિલાડી જેની ઉંદરો પકડવાની ટ્રિકના કારણે ે લોકો પ્રેમથી 'લોર્ડ પલમેર્સ્ટન ધી ચીફ માઉઝર' કહે છે અને જેની ફરજ ઉંદરોને પકડવાની હતી તે ટુંક સમયમાં નિવૃત્ત કરાશે, એમ આજે કહેવામાં આવ્યું હતું.

             ડાઉનિંગ સ્ટ્રીટ ખાતેના ઉંદર પકડવા માટે હમેંશા તેની પાડોશી એક અન્ય બિલાડી સાથે ઝગડતી લોર્ડ પસમેસ્ટર્ન નિવૃત્ત કરી ગામડામાં મોકલી અપાશે જ્યાં તેને લોકડાઉનમાં રાખવામાં આવી હતી.બંને બિલાડીઓની સોશિયલ મીડિયામાં પ્રોફાઇલ પણ છે અને ડાઉનિંગ સ્ટ્રીટમાં ફરજ બજાવતા પત્રકારો અને ફોટોગ્રાફરોમાં ખુબ લોકપ્રિય છે.'એપ્રિલ 2016માં,પલમેસ્ટર્નને લંડનના કુતરા અને બિલાડીના શેલ્ટરહોમમાંથી લાવવામાં આવી હતી.

(5:51 pm IST)