Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગના કારણોસર કેનેડામાં આર્ટિક ક્ષેત્રમાં સૌથી મોટી હિમશીલા તૂટવાનો પ્રારંભ થયો

નવી દિલ્હી: વિશ્વમાં કોરોના વાઈરસના આતંકને કારણે જે સ્થિતિ છે તે અને ગ્લોબલ વોર્મિંગની સ્થિતિને જોડવામાં આવી રહી છે અને લોકોને ભવિષ્યમાં આ પ્રકારના વાઈરસનો સામનો કરવો પડશે તેવું જણાવાયું છે તે વચ્ચે ગ્લોબલ વોર્મિંગની ચિંતા પણ વધી હોવાનો સંકેત છે. અને હાલમાં જ જાહેર થયું છે કે, કેનેડામાં આર્ટિક ક્ષેત્રમાં જે છેલ્લી સૌથી મોટી હિમશીલા રહી હતી તે પણ હવે તૂટવાનો પ્રારંભ થઇ ગયો છે.

           છેલ્લા બે દિવસમાં આ 80 સ્કવેર કિલોમીટર લાંબી હિમશીલા છતના 40 ટકા ઓગળી ગઇ છે. કેનેડિયન આર્ટિક એ અમેરિકા અને કેનેડા વચ્ચેનો એક આર્ટિક દ્વારા બનાવાયેલી કુદરતી સરહદ પણ છે. અને તે ન્યુયોર્કના મેનહટન, આઈસલેન્ડ વિસ્તારના 60 સ્કવેર કિલોમીટરમાં આવેલી છે. છેલ્લા બે વર્ષથી તેમાં ધીમે ધીમે ઘટાડો શરુ થયો હતો અને જુલાઈ માસના અંતમાં ફક્ત બે દિવસમાં 40 ટકા જેટલો બરફ ઓગળી ગયો છે.

(5:47 pm IST)