Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

રશિયાના શહેર નોવોરોસીયસ્કમાં માર્ગ અકસ્માતમાં 4મોતને ભેટ્યા: અન્યને ઇજા

નવી દિલ્હી: રશિયાના દક્ષિણી શહેર નોવોરોસીયસ્કની નજીક એક બસ અને કાર ધડાકાભેર અથડાતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બે બાળકો સહીત ચાર લોકો મોતને ભેટ્યા છે જયારે 30થી વધુ લોકોને ગંભીર રીતે ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે નજીકની  હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટના રશિયાના કાસ્ત્રદોર  પ્રાંતના નોવોરોસીયસ્ક શહેરની નજીક વેરખાનેબકાસકીય વિસ્તારમાં બની હોવાનું માલુમ પડી રહ્યું છે.  ઈજાગ્રસ્ત લોકોની સારવાર માટે તુરંત તબીબની ટીમને ઘટનાસ્થળે મોકલી દેવામાં આવ્યા હતા.

(7:17 pm IST)