Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

સૂર્યમુખીના બી બેહદ આરોગ્યપ્રદ

ભરપુર માત્રામાં હોય છે વીટામીન અને મીનરલ્સ : સ્નાયુઓ, જ્ઞાનતંતુઓ માટે મદદરૂપ, હાડકાને બનાવે છે મજબૂત

તુલસી અને અળસી જેવા ખાસ પ્રકારના બીને ન્યુટ્રીશનમાં બહુ ધ્યાનમાં લેવામાં આવે છે. પણ સૂર્યમુખીના બી અત્યંત ફાયદાકારક હોવા છતાં બહુ પ્રકાશમાં નથી આવ્યા.

સૂર્યમુખીના બી ન્યુટ્રીએન્ટથી સભર હોય છે. તેનું એક સર્વીંગ એટલે લગભગ એક ઔંસ હોય છે, જે લગભગ ૧/૪ કપ અથવા ૪ ચમચી જેટલું થાય છે. આ એક સર્વીંગમાંથી ૧૪ ગ્રામ ચરબી મળે છે જે મોનો સેચ્યુરેટેડ અને પોલીસેચ્યુરેટેડ ચરબીઓનું મિશ્રણ સ્વરૂપે હોય છે. સૂર્યમુખીના બીમાં રહેલું આ મિશ્રણ હૃદયની તંદુરસ્તી માટે બુહ આરોગ્યપ્રદ છે. તેના એક સર્વીંગમાં આના ઉપરાંત ૬ ગ્રામ પ્રોટીન અને અઢીગ્રામ ફાઇબર હોય છે. એક રજીસ્ટર્ડ ડાયેટીશ્યન અલીસા રૂમસે ના કહેવા અનુસાર, ચરબી, ફાઇબર અને પ્રોટીન ભૂખ મટાડવામાં અગત્યનો ભાગ ભજવે છે. અને તેનાથી ધરાઇ ગયા હોવાનો અનુભવ થાય છે.

આ દાણાઓમાં વિટામીનો અને મીનરલ્સ પણ ભરપુર માત્રામાં હોય છે. જેમાં વીટામીન ઇ ફોલેટ (ડીએનએ માટે ઉપયોગી), ફોસ્ફરસ (હાડકા માટે ઉપયોગી), સેલેસિયમ (કોષોના નુકશાનને રોકતુ એન્ટી એગ્રીડેન્ટ), મેગેનીઝ (હાડકા બનાવવામાં મદદરૂપ), તાંબુ (હૃદયના આરોગ્યમાં મદદરૂપ અને રોગપ્રતિકારક શકિત વધારનાર), બી-૬ (પાચન ક્રિયા માટે ઉપયોગી) અને ઝીંક (મેટા બોલીઝમ અને રોગપ્રતિકારક શકિત માટે અગત્યનું) સામેલ છે.

અન્ય એક રજીસ્ટર્ડ ડાયેટીશ્યન બ્રિયાન પીઅરે કહે છે સૂર્યમુખીના બીમાં મેગ્નેશ્યમ પણ વધારે હોય છે. આ એક એવું મીનરલ છે જે શરીરની અલગ અલગ ૩૦૦ જેટલી પ્રક્રિયાઓ સાથે સંકળાયેલું હોય છે. અને મોટા ભાગના અમેરિકન લોકોમાં તે પુરતી માત્રામાં નથી હોતું મેગ્નેશ્યમ બ્લડ પ્રેશર ઘટાડવામાં, બ્લડ સુગરને કંટ્રલ કરવામાં અને હૃદય રોગના જોખમો ઘટાડવામાં બહુ ઉપયોગી છે. ઉપરાંત, તે હાડકાનું એક અગત્યનું તત્વ છે. અને તે આપણા જ્ઞાનતંતુ અને સ્નાયુઓના કાર્યમાં મદદરૂપ થાય છે.

જે તુલસીના બી અને અળસીના બી સાથે તેની સરખામણી કરવામાં આવે તો એટલી માત્રાના તુલસીના બીમાં ઓમેગા-૩ ફેરી એસીડ પગ્રામ અને ફાઇબર ૧૦ ગ્રામ હોય છે. અળસીમાં પણ સૂર્યમુખીના બી કરતા ઓમેગા-૩ ફેરી એસીડ વધારે હોય છે. પીઅરેના કહેવા અનુસાર, સૂર્યમુખીના બી-માં તેમના કરતા વિટામીન અને મીનરલ્સ વધારે હોય છે. અને તેનો સ્વાદ તુલસીના બી કરતા સારો હોય છે. ઉપરાંત તમાં ફીટસ્ટેરોલ્સનું વધારે પ્રમાણ હોય છે. કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે ઉપયોગી છે. (ટાઇમ હેલ્થમાંથી સાભાર)

(3:56 pm IST)