Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

અશ્વેત વ્યક્તિને દોરડે બાંધીને ફેરવતા હોબાળો : અમેરિકાના ટેક્સાસના પોલીસ વડાએ માફી માગી

બે ઘોડેસવાર પોલીસણ કરતૂતનો જોરદાર વિરોધ

અમેરિકાના ટેક્સાસ શહેરમાં એક અશ્વેત વ્યક્તિને દોરડે બાંધીને ફેરવનારા બે ઘોડેસવાર પોલીસે જોરદાર વિરોધનો સામનો કરવો પડ્યો હતો. સોશ્યલ મિડિયા પર આ ઘટનાનો ફોટો વાઇરલ થતાં હોબાળો મચી ગયો હતો.જો કે ટેક્સાસ પોલીસના વડા વર્નોન હેલેએ જાહેર માફી માગી લીધી હતી.     

   વાસ્તવમાં આ યુવાનને પોલીસ કારમાં પોલીસ સ્ટેશન લઇ જવાનો હતો પરંતુ ત્યાં પોલીસ કાર હાજર નહોતી. બે ઘોડેસવાર પોલીસ અધિકારી હાજર હતા. તેમણે આ યુવાનને દોરડે બાંધીને પગે ચાલીને પોલીસ સ્ટેશન આવવાની ફરજ પાડી હતી. આ ઘટનાની તસવીર સોશ્યલ મિડિયા પર મૂકાતાં આખાય અમેરિકામાં હોબાળો મચી ગયો હતો.હેલેએ એમ પણ કહ્યું હતું કે ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન નહીં થાય એની હું ખાતરી આપું છું.

 
(1:18 pm IST)