Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

પત્ની પીડીત રીટાયર્ડ પોલીસ ઓફિસર ન્યાય માટે ધરણા પર બેઠો છે પોલીસ સ્ટેશન પાસે

ઘરેલુ હિંસાના નામે  સ્ત્રીઓને  એટલુ પ્રોડકશન મળ્યુ છે કે એમા કયારેક પુરૂષોને  અન્યાય થઇ જતો હોય છે. આ વાત માત્ર  ભારતમાં જ નહી અનેક દેશોમા લાગુ પડી શકે છે. મધ્ય અમેરિકાના  હોન્ડુરસમાં જેવિયર લારા  નામના  રિટાયર્ડ પોલીસ - ઓફિસર  વિરૂધ્ધ  તેની પત્નીએ  ઘરેલુ હિંસાની ફરીયાદ   કરી હતી. કોર્ટે આ કેસમાં પતિની  વાત  સાંભળ્યા વિના જ તેને ઘરમાંથી કાઢી મુકવાનો  ચુકાદો આપી દીધો   મિલીટરી  પોલીસ તેના ઘરે આવી અને સામાન પેક કરસને તેના પતિને  ઘરની બહાર કરી દીધો. જેવિયરે પોલીસમાં ફરિયાદ કરી કે તેની સામે પત્નીએ જે પણ  ફરીયાદો કરી છે એ તમામ ખોટી છે. અને કોર્ટે તેને સાંભળ્યા વિના ચુકાદો આપીને અન્યાય કર્યો છે. જોકે ત્યાંથી પણ દાદ ન મળતા આખરે ભાઇએ ખાટલો લઇને પોલીસ સ્ટેશનની સામે જ બહાર જ ધામા નાખીને બેઠો છે. ત્યા જ પોતાનુ નાનુ ઘર વસાવી લીધુ છે. જો કે હજીયે તેની ફરીયાદ કોઇના કાને પડી હોય એવુ લાગતુ નથી.

(3:44 pm IST)