Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

આ ઘરની ફેન્સ બની છે જૂના ટીવી સેટ્સમાંથી

વિયેટનામના હોન થોન ટાપુ પર એક ખાસ દ્યરછે જે આજકાલ સોશ્યલ મીડિયામાં આકર્ષશ્નનું દ્યરકેન્દ્ર બન્યું છે. એનું કારણ છે આ દ્યરની ફરતેબનાવવામાં આવેલી ફેન્સ. હોન થોમનીકેબલ-કાર જયાંથી પસાર થાય છે એ રસ્તામાં આદ્યર આવે છે એટલે ટૂરિસ્ટો માટે એ આકર્ષણનુંકેન્દ્ર છે. લોકો દ્યરની બહારની દીવાલ પાસે ઊભા રહીને સેલ્ફી લે છે અને પોસ્ટ કરે છે. એનું કારવું એ છે કે દ્યરની દીવાલમાં ઈટ નહીં, ટીવીના સેટ્સ વપરાયાં છે. આ તમામ ટીવી-સેટ્સ ખુબ જુના છે પરંતુ એની સ્ક્રીન એવી ને એવી જ છે. સોશ્યલ મીડિયા પર આ દીવાલ પાસે પદ્યવીને પોસ્ટ કરનારા લોકોનું કહેવું છે કે કદાચ આ દ્યરમાં કોઈ ટીવી રિપેર કરનારો મેકેનિક રહેતો હોવો જોઈએ અથવા તો પછી તેને ભંગાર ભેગો કરવાનો શોખ હશે એટલે તેણે જૂનાં ટીવી ભેગાં કરીને એનો આવો સદુપયોગ કર્યો હશે. કારણ જે હોય એ, પરંતુ લોકોને આકર્ષવા માટે આ તુક્કો ખરેખર કામિયાબ રહ્યો છે. વળી, ફેન્સની બહાર બેસી શકાય એવી પાળી બનાવવામાં આવી છે એ પણ ટીવી-સેટ્સમાંથી જ બનાવેલી છે. દ્યરમાં રહેતા લોકોને તેમના દ્યરની બહાર લોકો સેલ્ફી ખેંચાવે એમાં ખાસ કોઈ વાંધો નથી.

(3:43 pm IST)