Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

જાણો સફરજનમાં રહેલ સ્વાસ્થ્યના અનેક લાભ

સ્વાદમાં મીઠુ અને રંગમાં લાલ સફરજન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સફરજનમાં નેચરલ ગ્લુકોઝ હોય છે, જે તમારા શરીરને ઝડપથી ઉર્જા આપે છે. તે ફેફસા માટે ઓકિસજનના પુરવઠામાં મદદ કરે છે. તેથી સવારે નાસ્તામાં સફરજન ખાવાની સલાહ આપવામાં આવે છે. જેથી આખા દિવસ માટે ઉર્જા મળી શકે.

 સફરજનમાં રહેલ પેકિટન શરીરમાં ગ્લાકટ્રોનીક એસિડની ખામીને પૂરી કરે છે. તે ઈન્સુલીનના ઉપયોગને ઓછો કરે છે. તેથી ડાયાબીટીશના દર્દીઓ પણ સફરજનનું સેવન કરી શકે છે.

 રકતમાં જો હિમોગ્લોબીનની ખામી છે, તો સફરજન ખૂબ જ ફાયદાકારક સાબીત થઈ શકે છે. સફરજનમાં આયરન હોય છે. જો તમે દિવસમાં ૨ થી ૩ સફરજન ખાવ છો તો તે આખા દિવસની આયરનની ખામીને પૂરી કરે છે. આયરનથી હિમોગ્લોબીન બને છે.

 સફરજનમાં ફાઈબર હોય છે, જે પાચનમાં મદદ કરે છે. જો સફરજનને તેની છાલ સાથે ખાવામાં આવે તો કબજીયાત પણ દૂર થાય છે. દરરોજ એક સફરજન ખાવાથી તમારૃ પેટ સ્વસ્થ રહેશે.

 લીવરનું એક સૌથી મોટુ કામ એ હોય છે કે તે શરીરની અંદરની સફાઈ રાખે છે. આપણા શરીરમાં ટોકિસન હોય છે. લીવર તેને સાફ કરે છે.  તેના માટે સફરજન ખાવુ શ્રેષ્ઠ છે. કારણ કે તેને ખાવાથી લીવર મજબુત થાય છે. સફરજનમાં રહેલ એન્ટીઓકિસડેન્ટ તેમાં મદદ કરે છે.

 

(9:18 am IST)