Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

જીભ સાફ ન કરવાથી થઈ શકે છે બીમારી

બાળપણથી આપણને કહેવામાં આવે છે કે દાંતની ચમક માટે દિવસમાં બેવાર બ્રશ કરવુ જોઈએ. પરંતુ, તમે કયારેય વિચાર્યું છે કે જીભ સાફ નહિં કરો તો કેવી મુશ્કેલીઓ થઈ શકે છે. જીભ સાફ કરવાથી તેના પર રહેલ ડેડ સ્કિન, બેકટેરીયા, ટોકિસન, વગેરે સાફ થઈ જાય છે. તેથી જો તમે દરરોજ તમારી જીભ સાફ નથી કરતા તો તમને કેટલાય પ્રકારની મુશ્કેલીઓ થઈ શકે છે.

 હેલીટોસિસ

જો તમે તમારી જીભ સાફ નથી કરતા તો આસપાસ બેકટેરીયા થવા લાગે છે, જેનાથી શ્વાસમાં દુર્ગંધ આવવા લાગે છે. તેને હેલિટોસિસ એટલે કે બેડ બ્રેથ કહે છે.

 પેઢા સાથે સંકળાયેલ સમસ્યા

જીભ સાફ ન કરવાથી માત્ર જીભની સમસ્યા જ નહિં પેઢા સાથે સંકળાયેલ સમસ્યા પણ થઈ શકે છે. સામાન્ય રીતે બ્રશ કરતી વખતે પેઢામાંથી લોહિ નીકળવા લાગે છે તો આપણે સમજીએ છીએ કે પેઢા સંબંધી સમસ્યા છે. પરંતુ, હંમેશા એવુ હોતુ નથી. કયારેક જીભ સાફ ન કરવાના કારણે પણ એવુ થઈ શકે છે. તેને જીન્જીવાઈટીસ કહે છે. તેમાં પેઢા લાલ થઈને સોજી જાય છે અને તેમાંથી લોહિ નીકળવા લાગે છે.

 

(9:17 am IST)