Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

ચોમાસામાં ખરતા વાળની સમસ્યાથી મેળવો છૂટકારો

ચોમાસામાં હંમેશા તમારા વાળને કેટલીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તો જાણી લો તેના માટેના સરળ ઉપાય.

. ઓયલીંગ દ્વારા વાળને વધુ મજબૂતી આપી શકાય છે. ખાસ કરીને ખરતા વાળ માટે ભુંગરાજના તેલનો ઉપયોગ કરવો જોઈએ.

. જ્યારે હેર પેક પણ વાળની બધા પ્રકારની સમસ્યાઓને દૂર કરે છે. જો તમારે હેર ફોલની સમસ્યાને દૂર કરવી છે તો તમે બ્રાહ્મી અને દહીંનું પેક બનાવી વાળ પર લગાવો. આ ઉપરાંત જો તમે ઈચ્છો તો બ્રાહ્મીના તેલથી નિયમીત મસાજ પણ કરી શકો છો.

. આ ઉપરાંત તમને વાળ ખરવાની સાથે 'જૂ'ની સમસ્યા પણ છે તો તમે લીમડાનો ઉપયોગ કરો. તેના એન્ટી-બેકટેરિયલ ગુણ વાળની બધી સમસ્યાનો ઈલાજ કરે છે. તેના ઉપયોગ માટે તમે લીમડાનો પાવડર તૈયાર કરી લો. તેને દહિં અથવા નારિયેળ તેલમાં મિકસ કરી વાળના મૂળ સુધી મસાજ કરો.

(9:17 am IST)