Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

મેલબોર્ન શહેરમાં કોરોના વાયરસને અટકાવવા ઓસ્ટ્રેલિયાના વધુ વસ્તીવાળા બે રાજ્યોની સરહદો સીલ કરવામાં આવી

નવી દિલ્હી: મેલબોર્ન શહેરમાં કોરોના વાયરસ ફેલાતો અટકાવવા ઓસ્ટ્રેલિયાના વધુ વસ્તીવાળા બે રાજયોની સરહદ બેમુદત બંધ કરાશે. નિર્ણયથી 100 વર્ષમાં પહેલીવાર વિકટોરીયા અને ન્યુ સાઉથ વેલ્સની સરહદો બંધ થશે. છેલ્લે 1919માં સ્પેનીશ ફલુ મહામારી વધતા બન્ને રાજયો વચ્ચે અવરજવર બંધ કરાઈ હતી.

             વિકટોરીયાના પાટનગર મેલબોર્નમાં તાજેતરમાં કોવિડ 19 કેસોમાં ઉછાળો આવ્યો છે. આથી સતાવાળાઓએ સામાજીક-રૂટીના આદેશો અને નવ આવાસીય ઈમારતોમાં સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યું છે. રાજયમાં કોરાનાનો રાતોરાત નવા 127 કેસો નોંધાયા છે. જો કે ઓસ્ટ્રેલિયામાં કોરોનાથી અત્યાર સુધી માત્ર 106 લોકોના મોત થયા છે.

(6:20 pm IST)