Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

અમેરિકાના ફ્લોરિડામાં મગજને ખાઈ જનાર અમીબાનો નવો કેસ સામે આવ્યો

નવી દિલ્હી: કોરોના મહામારીની વચ્ચે અમેરિકાના ફ્લોરિડામાં એક અન્ય દુર્લભ મગજને ખાઇ જનાર અમીબાનો કેસ સામે આવ્યો છે. ફ્લોરિડાના સ્વાસ્થય વિભાગે મગજને ખાઇ જતા નેગલેરિયા ફાઉલેરી નામના અમીબા સંક્રમણની પુષ્ટી કરતા લોકોને મામલે સાવચેત કર્યા છે. સ્વાસ્થય વિભાગના જણાવ્યા મુજબ અમીબા મનુષ્યની શરીરની અંદર ઘૂસીને તેને સંપૂર્ણ પણે નષ્ટ કરી દે છે. અમીબા આપણા મગજમાં પ્રાઇમરી એમ્બેરિક મેનિગોએન્સેફલાઇટિસ નામનું ઇન્ફેક્શનને જન્મ આપે છે. ઇન્ફેક્શન મગજની કોષિકાઓને નષ્ટ કરે છે. 1962માં અમેરિકામાં આજ વિસ્તારમાં અમીબાના 37 કેસ સામે આવ્યા હતા. ડૉક્ટર્સના કહેવા મુજબ અમીબા ખૂબ ખતરનાક છે અને તે ખૂબ સરળતાથી મનુષ્યના મગજમાં દાખલ થાય છે.

             ફ્લોરિડાના સ્વાસ્થય વિભાગે જણાવ્યું કે 1967 થી 2017 ની વચ્ચે અમીબા સંક્રમણના 143 કેસ સામે આવ્યા છે. ખૂબ રેર બિમારી છે. અને 143 કેસમાં ખાલી 4 લોકો બિમારીથી બચી શક્યા છે. પીડિત વ્યક્તિને ભયાનક માથાનો દુખાવો, ઉલ્ટી, તાપ રહે છે અને ધીરે ધીરે સંક્રમણ વધવા લાગે છે તેની ગળું અકડાઇ જાય છે.

(6:19 pm IST)