Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

અમેરિકામાં કોરોનાનુ વિકરાળ સ્વરૂપ:24 કલાકમાં 60હજારથી વધુ કેસ આવ્યા

નવી દિલ્હી: કોરોના વાયરસ વિશ્વભરના દેશો માટે વધુ ભયાનક બની ગયો છે. હવે દરરોજ આશરે બે લાખ નવા કેસ નોંધાઈ રહ્યા છે. અમેરિકામાં સ્થિતિ સૌથી વધુ ખરાબ જણાઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં અહીં 60 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે જે આજ સુધીનો રેકોર્ડ છે.

            અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં કુલ 60209 નવા કેસ સામે આવ્યા છે. ઉપરાંત 1,114 દર્દીના મોત નોંધાયા છે. અમેરિકામાં કોરોના વાયરસને કારણે મૃત્યુઆંક હવે 1.31 લાખને પાર પહોંચ્યો છે. જ્યારે કેસની કુલ સંખ્યા 31 લાખની નજીક છે.

(6:18 pm IST)