Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

એક જ શરીરથી જોડાયેલા બે ભાઈઓએ ૬૮વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કર્યું

રોની અને ડોની નાનપણથી સરકસમાં કામ કરતાઃ સૌથી લાંબી વય સુધી શરીરથી જોડાયેલા હોવાનો રેકોર્ડ

ન્યુયોર્કઃ દુનિયામાં અનેક એવા કિસ્સા બનતા હોય છે જે અલગ હોય છે, અમેરિકામાં એકજ શરીરથી જોડાયેલા બે ભાઈ રોની અને ડોની ગેલયનનું ૬૮ વર્ષની ઉંમરે અવસાન થઇ ગયું છે. તેમણે ડેટનની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના ભાઈ જિમે મીડિયાને આ અંગે જાણકારી આપી હતી. મોન્ટગોમેરી કાઉન્ટી કોરોનરે કહ્યું કે તેમનું અવસાન કુદરતી હતું. આ જોડીયા ભાઈનો જન્મ ૨૮ ઓકટોબર,૧૯૫૧માં અમેરિકાના ઓહિયો પ્રાંતના બેવરક્રિકમાં થયો હતો.

શરીરની મજબૂતી હોવા છતાં તે ખૂબ જ મહેનત કરતા હતા. તેમને ૩ વર્ષની ઉંમરેસર્કસ અને કાર્નિવલમાં કામ મળી ગયું હતું અને ત્યારથી જ કરવાની શરૂઆત કરી હતી અને સતત વર્ષ ૧૯૯૧ સુધી તે કામ કરતા રહ્યા હતા. ત્યારબાદ આ કામ છોડી દીધુ અને વર્ષ ૨૦૧૦ એકલા રહ્યા. તેઓ સર્કસમાંથી જે કમાણી કરી તેનાથી જીવન ગુજારતા હતા. બાદમાં તેમનું આરોગ્ય બગડવા લાગ્યું તો તેના ભાઈ જિમ સાથે રહેવા લાગ્યા. બન્નેની કાળજી જિમ અને તેમની પત્ની કરતા હતા.

રોની અને ડોનીએ વર્ષ ૨૦૧૪માં ૬૩ વર્ષની ઉંમરે શરીરથી જોડાઈ જીવનની સૌથી લાંબી સફર પસાર કરતા નવો કિર્તીમાન સ્થાપિત કર્યો હતો. આ અગાઉ આ રેકોર્ડ અમેરિકી મૂળના જ ચેંગ અને એંગ બંકરના નામે હતો. તેઓ ૬૨ વર્ષની ઉંમર સુધી જીવિત રહ્યા. રોની-ડોની પર વર્ષ ૨૦૧૦માં વ્ન્ઘ્ ચેનલ પર એક ડોકયુમેટ્રી પણ ટેલિકાસ્ટ કરવામાં આવી હતી.

બન્ને ભાઈ પેટથી જોડાયેલા હતા. તેમનો કમરથી નીચેનો હિસ્સો એક હતો અને કમરથી ઉપર બે ધડ હતા. તેમનો એક જ લીવર ડાયજેસ્ટિવ ટ્રેકટ અને મળદ્વાર હતા. જોકે હૃદય જુદાજુદા હતા. આમ એકજ શરીર સાથે જોડાયેલા બન્નેભાઈ એ આખરે દુનિયાને અલવિદા કર્યું હતું.

(12:51 pm IST)